Loading...

રાજકોટમાં બે દિવસમાં બીજી હત્યા:બર્થ-ડે સેલિબ્રેશન માટે ગયેલા મિત્રો વચ્ચે ઝઘડો, 18 વર્ષીય યુવાનને છાતી-પેટમાં છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો

મારો દીકરો ભાઈબંધના જન્મદિવસની ઉજવળી માટે ગયો હતોઃ પિતા મૃતક ધાર્મિકના પિતા અને મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ આધારિત સફાઈ કામદાર પ્રકાશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે, ગઈકાલે મારો પુત્ર ધાર્મિક તેના મિત્ર રાહુલ વાઘેલાના જન્મદિવસના સેલિબ્રેશન માટે ગયો હતો. જયુબેલી પાસેની મોમાઈ ટી-સ્ટોલ પાસે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો. રાહુલના પિતરાઈ ભાઈ મયુર લઢેરે મારા પુત્રને છરીના ઘા મારી દેતા તેનું મૃત્યુ નીપજ્યું હતુ. હત્યા કરનાર મયુર પેડક રોડ પર રહે છે.

હત્યા કરનાર રાહુલ માથાભારે શખ્સઃ વાલ્મિકી સમાજના પ્રમુખ જ્યારે વાલ્મિકી સમાજના પ્રમુખ મુકેશ પરમારે જણાવ્યું હતું કે, શહેરના ભીલવાસ ઠક્કરબાપા વિસ્તારના નિર્દોષ યુવાનની હત્યા કરવામાં આવી છે. જે તેમના પિતાનો સૌથી મોટો પુત્ર હતો અને પરિવારનો આધાર સ્તંભ હતો. હત્યા કરનાર રાહુલ માથાભારે શખ્સ છે, જેથી તેની સામે કડક કાર્યવાહી કરી મૃતક યુવાનના પરિવારજનોને ન્યાય અપાવવામાં આવે તે જરૂરી છે.

રાજકોટમાં 18 દિવસમાં ચોથી હત્યા

રાજકોટમાં 20 નવેમ્બરના રાત્રિના હુડકો ક્વાટરમાં દારૂ પીવાની ટેવ ધરાવતા 42 વર્ષીય નરેશભાઈ વ્યાસની તેના જ પુત્ર હર્ષ વ્યાસે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. 22 નવેમ્બરના ભગવતી પરાના કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા સ્નેહાબેન આસોડિયાની તેના જ પતિ હિતેશે ઘર કંકાસના કારણે હત્યા કરી નાખી હતી. 7 ડિસેમ્બરના દૂધસાગર રોડ ઉપર ઘર કંકાસના કારણે 27 વર્ષીય પરિણીતા નિલેશ્વરી બોરીચાની તેના જ પતિ યોગેશે હત્યા કરી હતી. જે બાદ 8 ડિસેમ્બરના મોડીરાત્રિના ભાઈબંધના જન્મદિવસની ઉજવણીમાં ગયેલા યુવાન ધાર્મિકની હત્યાની ઘટના બની છે.

20 નવેમ્બરઃ દારૂ પીવાની ટેવ ધરાવતા પિતાની પુત્રએ જ હત્યા કરી

20 નવેમ્બની રાતે હુડકો ક્વાટરમાં દારૂ પીવાની ટેવ ધરાવતા 42 વર્ષીય નરેશભાઈ વ્યાસની તેના જ પુત્ર હર્ષ વ્યાસે છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. પોલીસ તપાસમાં મૃતદહે પાસેથી છરી પણ મળી આવી હતી. પોલીસ દ્વારા શરૂઆતમાં હત્યાની શંકાએ માતા-પુત્ર બન્નેની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ તપાસમાં પુત્રએ જ પિતાની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું.

22 નવેમ્બરઃ પાણીપુરી ખાવા ગયેલી મહિલાની માથું છૂંદી હત્યા

22 નવેમ્બરના ભગવતી પરાના કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા સ્નેહાબેન આસોડિયાની તેના જ પતિ હિતેશે ઘર કંકાસના કારણે છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી. 22 નવેમ્બરના રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આવેલા કોપર ગ્રીન સોસાયટીમાં રહેતા 33 વર્ષીય સ્નેહાબેન આસોડીયાનો માથું છૂંદેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સ્નેહાબેનની તેઓના ઘરથી 200 મીટર દૂર ખુલ્લા પટમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં હતાં. હત્યાના આગલા દિવસે સાંજે પોતાના પતિને પાણીપૂરી ખાવા જાઉં છું, કહી ઘરેથી નીકળ્યાં હતાં અને બાદમાં પરત ફર્યા જ નહોંતાં. જે બાદ પોલીસની તપાસમાં તેનો જ પતિ હત્યારો નીકળ્યો હતો અને તેને પાણીપુરીની આખી સ્ટોરી ઉપજાવી હોવાનું સામે આવ્યું હતું.
7 ડિસેમ્બરઃ દૂધસાગર રોડ ઉપર ઘર કંકાસના કારણે 27 વર્ષીય પરિણીતા નિલેશ્વરી બોરીચાની તેના જ પતિ યોગેશે હત્યા કરી હતી
થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દૂધસાગર રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડ, શેરી નંબર 10 ખાતે આવેલા એક મકાનમાં પતિએ જ પત્નીને છરીના 5 ઘારી હત્યા નીપજાવતા ચકચાર મચી ગઈ હતી. પત્નીને મોતને ઘાટ ઉતારનાર પતિને 8 નવેમ્બરે સાંજે પોલીસે દબોચ્યો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલી પ્રાથમિક તપાસમાં હત્યાનું કારણ પારિવારિક ઝઘડા એટલે કે ઘરકંકાશ હોવાનું જાણવા મળ્યું છે

Image Gallery