Loading...

ભાજપ તેરી તાનાશાહી નહિ ચલેગી...:'ગુજરાત સરકારે મને જેલમાં બંધ ખેડૂતોને મળવાની મંજૂરી ના આપી, કેજરીવાલે X પર પોસ્ટ કરી; જેલ બહાર AAP કાર્યકર્તાઓની નારેબાજી

હું શું આતંકવાદી છું? કેમ મને મળવા જવા ન દેવામાં આવ્યો? - અરવિંદ કેજરીવાલ રાજકોટમાં આયોજિત પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "ગુજરાતની ભાજપ સરકાર તાનાશાહીનું જીવંત ઉદાહરણ છે. મને જેલમાં બંધ ગુજરાતના જ ખેડૂતો અને પાર્ટીના નેતાઓને મળવા જવા દેવામાં આવ્યો નથી. હું શું આતંકવાદી છું? કેમ મને મળવા જવા ન દેવામાં આવ્યો?" કેજરીવાલે આગળ જણાવ્યું કે, "આ ખેડૂતો ગુજરાતના જ છે, જેમણે પોતાના હક માટે આંદોલન કર્યું છે, અને તેમને મળવા જવું એ મારો અધિકાર છે, પરંતુ સરકારે તે પણ છીનવી લીધો છે." આ નિવેદનથી રાજકીય વાતાવરણ વધુ ગરમાયું છે.

અહીં ફોર્ચ્યુંન હોટલ આસપાસ નાકાબંધી કરવામાં આવી છે - ગોપાલ ઈટાલિયા ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, ભાજપ સરકાર દ્વારા ખેડૂતોના પૂરતા ભાવ ન આપી લૂંટ ચલાવવામાં આવતી હતી. જે મામલે કિસાન પંચાયત હતી. જોકે તેમાં ખેડૂતો અને AAPના નેતાઓની ધરપકડ કરવામાં આવી. જે બાદ રાજકોટ આવેલા અરવિંદ કેજરીવાલે જેલમાં પુરાયેલા કેદીઓને મળવા માટે પોલીસ પાસે પરમિશન માગવામાં આવી પરંતુ અત્યારસુધી પોલીસે મંજૂરી આપી નથી અને અહીં ફોર્ચ્યુંન હોટલ આસપાસ નાકાબંધી કરવામાં આવી છે અને પોલીસે પરમિશન આપી નથી.

જેલમાં મળવા માટે લેખિત અરજી કરવામાં આવી છતાં પણ મંજૂરી નથી - ચૈતર વસાવા ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, રાજુ કરપડાના પિતા દ્વારા તેમને જેલમાં મળવા માટે લેખિત અરજી કરવામાં આવી તેમ છતાં પણ મંજૂરી આપવામાં આવી નથી.

કેજરીવાલે X પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યો આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે X પર પોસ્ટ કરીને ગુજરાત સરકાર પર આક્ષેપ કર્યો છે કે, તેમને જેલમાં બંધ ખેડૂતોને મળવાની પરવાનગી આપવામાં આવી નથી. કેજરીવાલે જણાવ્યું કે આજે તેઓ રાજકોટ સેન્ટ્રલ જેલમાં ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ખેડૂતો તેમજ AAPના નેતાઓને મળવા જવાના હતા, પરંતુ સરકારે આ માટે પરવાનગી આપી નથી. આ પોસ્ટથી રાજકીય વર્તુળોમાં નવો વિવાદ ઊભો થયો છે.


गुजरात सरकार ने मुझे इनसे जेल में मिलने से इजाज़त देने से इनकार कर दिया।
 https://t.co/fM4AnMLpHh— Arvind Kejriwal
(@ArvindKejriwal

ગઈકાલે જ જેલ પ્રશાસન પાસે મુલાકાતની પરવાનગી માંગી હતી કેજરીવાલે ગઈકાલે જ જેલ પ્રશાસન પાસે મુલાકાતની પરવાનગી માંગી હતી, પરંતુ આજે સુધી મંજૂરી ન મળતાં જેલની બહાર AAP કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે અને સરકાર વિરુદ્ધ નારેબાજી કરી હતી. હાલ, જેલની એન્ટ્રી પણ બંધ કરી દેવામાં આવી છે. હાલ રાજકોટ મધ્યસ્થ જેલમાં હડદડ ખેડૂત આંદોલન સાથે જોડાયેલા AAP નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત કુલ 28 ખેડૂતો બંધ છે. કેજરીવાલ તેમને મળવા માટે જ આવ્યા હતા.

 

કાર્યકર્તાઓએ બહાર નારા લગાવ્યા જેલની બહાર AAPના કાર્યકર્તાઓએ ભારે સંખ્યામાં એકઠા થઈને "ભાજપ હમ સે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ"ના નારા લગાવ્યા હતા. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવીને સ્થિતિ કાબૂમાં રાખી છે. કેજરીવાલે આ મામલે આજે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં તેઓ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કરે તેવી શક્યતા છે. આ ઘટનાએ ગુજરાતમાં ખેડૂત આંદોલન અને AAPની રાજકીય હાજરીને ફરી એકવાર ચર્ચામાં લાવી દીધી છે

Image Gallery