Loading...

હાઇવે પર ચાલતી કાર પર પ્લેન પડ્યું, VIDEO:ફ્લોરિડામાં એન્જિનમાં ખામી સર્જાતાં ગાડીના પાછળના ભાગ પર ક્રેશ; કારસવાર મહિલાનું મોત, પાઇલટનો આબાદ બચાવ

ગાડીની છત પર આવીને પડ્યું પ્લેન

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે ગાડી જઈ રહી છે. આ દરમિયાન આકાશમાંથી એક નાનું ખાનગી પ્લેન ઝડપથી નીચે તરફ આવતું દેખાય છે. પાઇલટ વિમાન પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કરે છે, પણ એમ થઈ શકતું નથી. આ દરમિયાન કોઈ ચેતવણી વગર તે વ્યસ્ત હાઇવે પર એને ઉતારવાનો પ્રયાસ કરે છે. જેવું વિમાન સડકને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે એ આગળ વધી રહેલી ટોયોટા સાથે અથડાઈ જાય છે. આ ટક્કર એટલી જોરદાર હતી કે કાર થોડી જ ક્ષણોમાં ગોળ ફરીને સડકના કિનારે જઈને અટકી ગઈ અને વિમાન આગળની તરફ જઈને પડ્યું.

ગાડી ચલાવી રહેલી મહિલાનું મૃત્યુ થયું

વિમાનમાં બે લોકો સવાર હતા. બંનેની ઉંમર 27 વર્ષ જણાવવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ન તો પાઇલટ કે ન તો તેનો સાથી ઘાયલ થયો, પરંતુ કૈમરી ચલાવી રહેલી 57 વર્ષની મહિલા આ ટક્કરમાં બચી શકી નહીં. તેને ઘાયલ અવસ્થામાં તરત જ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવી, જ્યાં તેનું મૃત્યુ થયું.

ઘટનાસ્થળ પર ફ્લોરિડા હાઇવે પેટ્રોલ અને બ્રેવર્ડ કાઉન્ટી ફાયર રેસ્ક્યૂની ટીમ તરત પહોંચી અને સડકને નિયંત્રિત કરવામાં આવી. વીડિયો ફૂટેજમાં એ ક્ષણ કોઈ ભયાવહ મૂવી દૃશ્ય જેવી દેખાય છે, જ્યાં પ્લેનનો પડછાયો કારની ઉપર મંડરાય છે અને બીજી જ સેકન્ડમાં એ ધાતુનો ભાર ઝડપથી કારની છત પર આવીને પડે છે. થોડી જ પળોમાં આખો હાઇવે ઘોંઘાટ, બ્રેક અને ચીસોમાં ફેરવાઈ ગયો.