Loading...

પાકિસ્તાની સેનાના પ્રવક્તાએ મહિલા પત્રકારને આંખ મારી:ઇમરાન ખાનને લઈને સવાલ પૂછ્યો હતો; લોકોએ કહ્યું, આ દેશ મજાક બની ચૂક્યો છે

ચૌધરીએ ઇમરાન ખાનને નાર્સિસિસ્ટ ગણાવ્યા

ચૌધરીએ થોડા દિવસ પહેલાં પણ ઇમરાન ખાન પર હુમલો કરતાં તેમને 'નાર્સિસિસ્ટ' કહ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઇમરાન ખાનને લાગે છે કે જો તેઓ સત્તામાં નથી તો કંઈપણ અસ્તિત્વમાં ન હોવું જોઈએ.

ચૌધરીએ એવો પણ આરોપ લગાવ્યો કે જેલમાં ઇમરાન ખાનને મળનારા લોકો સેના વિરુદ્ધ નફરત ભડકાવવા માટે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. તેમણે કહ્યું હતું કે કોઈને પણ પાકિસ્તાનની સેના અને જનતા વચ્ચે તિરાડ ઊભી કરવા દેવામાં આવશે નહીં, કારણ કે બંધારણમાં અધિકારોની સાથે મર્યાદાઓ પણ હોય છે, ખાસ કરીને રાષ્ટ્રીય સુરક્ષાના મામલાઓમાં.

ચૌધરીનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે ઇમરાન ખાને સોશિયલ મીડિયા પર જનરલ મુનીરને માનસિક રીતે અસ્થિર ગણાવ્યા હતા. ઇમરાને કહ્યું હતું કે મુનીર પાકિસ્તાનમાં બંધારણ અને કાયદાનો સંપૂર્ણ નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

પાકિસ્તાની નેતાઓ મહિલાઓ સાથે પહેલા પણ છેડછાડ કરી ચૂક્યા છે

આ પહેલીવાર નથી, જ્યારે પાકિસ્તાનના કોઈ અધિકારી કે નેતાએ જાહેરમાં આવી હરકત કરી હોય. 13 વર્ષ પહેલાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનો પણ આવો એક વીડિયો વાઇરલ થયો હતો, જોકે એ સમયે ગિલાની પાકિસ્તાનના પીએમ બન્યા નહોતા.

આ વીડિયોમાં યુસુફ રઝા ગિલાની એક મહિલા પત્રકાર શેરી રહેમાન સાથે રેલી દરમિયાન છેડછાડ કરતા જોવા મળ્યા હતા, જોકે ગિલાની અને શેરી રહેમાન બંનેએ આ વીડિયો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી ન હતી, પરંતુ એને લઈને ઘણો વિવાદ થયો હતો.

ઇમરાન પોતે પણ સ્કેન્ડલમાં ફસાઈ ચૂક્યા છે

ઇમરાન ખાન પોતે પણ આવાં કૌભાંડોમાં ફસાઈ ચૂક્યા છે. ત્રણ વર્ષ પહેલાં એક મહિલા પાર્ટી કાર્યકર સાથે વાત કરતી વખતે તેમનો કથિત ઓડિયો ટેપ વાઇરલ થઈ હતી. આરોપ છે કે એમાં તેઓ અશ્લીલ વાતો કરી રહ્યા હતા અને મહિલાને મળવા માટે કહી રહ્યા હતા. આ ઓડિયો બે ભાગમાં હતો.

એક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ ઓડિયો ટેપ ત્યારે રેકોર્ડ કરવામાં આવી હતી, જ્યારે ઇમરાન વડાપ્રધાન હતા. જ્યારે એક ઓડિયો વિશે દાવો કરવામાં આવ્યો હતો કે એ પ્રાઇમ મિનિસ્ટર ઓફિસનો હતો. તેમની પાર્ટીએ આ ઓડિયો ટેપને નકલી ગણાવી હતી.