સૌમ્યા ટંડને અક્ષય ખન્નાને 7 લાફા ઝિંકી દીધાં!:'ધુરંધર' ફેમ નવીન કૌશિકનો ખુલાસો, કહ્યું- 'ડિરેક્ટર આદિત્ય ધરે એક્ટ્રેસને એક વાર પણ ન રોકી'
પરફેક્ટ શોટ માટે સૌમ્યાએ અક્ષયને 7 લાફા માર્યા
ફિલ્મમાં સૌમ્યા ટંડને રહેમાન ડકૈતની પત્ની ઉલ્ફતનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મના એક સીનમાં સૌમ્યા ટંડને અક્ષય ખન્નાને થપ્પડ માર્યો હતો. જોકે, એક પરફેક્ટ શોટ માટે તેને અક્ષયને 7 વાર થપ્પડ મારવા પડ્યા હતા.
'તે ખૂબ શક્તિશાળી ક્ષણ હતી' ફિલ્મમાં ડોંગાનું પાત્ર ભજવી રહેલા નવીન કૌશિકે 'ફિલ્મીજ્ઞાન'ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'મને લાગે છે કે તેમને 7 વાર લાફો મારવામાં આવ્યો હતો, કારણ કે તે એક ખૂબ જ શક્તિશાળી ક્ષણ હતી. ઉલ્ફત (સૌમ્યા ટંડન)નું જે પાત્ર છે, તે એક એવી મહિલા છે, જેને રહેમાન ડકૈત (અક્ષય ખન્ના) પ્રેમ કરે છે, તેની પાછળની શક્તિ છે.'
'કેટલીક ક્ષણો એવી છે, જે બીજા ભાગમાં હશે. તે જ છે જે તેમને ઘરમાં બાંધી રાખે છે. જાહેરમાં નહીં પણ ખાનગીમાં. કારણ કે તેણે એવા નિર્ણયો લીધા, જેના કારણે તેણે (ઉલ્ફત) પોતાનો દીકરો ગુમાવ્યો. તો તે ક્ષણ ખૂબ જ શક્તિશાળી હતી.'
'કઠોર વ્યક્તિની સંવેદનશીલતા જોવા મળી'
તેણે આગળ કહ્યું, 'મને લાગે છે કે આદિત્ય સર અને અક્ષય સરે ખૂબ સારો નિર્ણય લીધો કે, જ્યારે તે (સૌમ્યા ટંડન) તેમને (અક્ષયને) થપ્પડ મારવાના હતા, ત્યારે તેમને પ્રતિક્રિયા આપવાની નહોતી. જેમ કે છોકરીનો હાથ પકડી લીધો કે તેને પકડી લીધી. તેમણે થપ્પડ ખાધો અને તેમને ગળે લગાડી લીધી. અને તે કહે છે કે, 'તું મારી જાન છે.' તેમના જેવા પાત્ર માટે આવું કરવું ખૂબ જ દુર્લભ છે. ભારતીય સિનેમામાં તાજેતરમાં આવા કઠોર વ્યક્તિની સંવેદનશીલતા જોવા મળી છે.'
'સૌમ્યા ટંડન ખટકાટ અનુભવતાં હતાં, પણ અક્ષય ડગ્યા નહીં'
'અક્ષયને આટલી વાર થપ્પડ પડી અને એક પણ વાર તે પાછળ ન હટ્યા. મને લાગે છે કે સૌમ્યા ટંડનજીને શરૂઆતમાં ખચકાટ રહી હશે.'
નવીને ઉમેર્યું, 'અમે બધાં ત્યાં જ હતા, અમે આ થતું જોઈ રહ્યા હતા, અમારા માટે પણ એવું હતું કે, યાર એક વાર થઈ ગયું, બે વાર થઈ ગયું, કેટલી વાર કરીશું. પણ તેઓ આ કરતા રહ્યા, જ્યાં સુધી તેમને સાચો શોટ ન મળ્યો. અક્ષય સરે કંઈ કહ્યું નહીં. આદિત્ય સર પણ ન આવ્યા કે ભૂલથી થયું, કે એક વધુ વાર. તેમનું હતું કે મને સીન જોઈએ છે. સાડા ત્રણ કલાકની આ ફિલ્મ છે, અડધા કલાકની અંદર આ સીન આવી રહ્યો છે, આપણે આ જ મોકા પર સ્થાપિત કરવાનું છે કે રહેમાન ડકૈત શું છે. તે સંવેદનશીલ પણ છે અને બદલો પણ લેશે.'