Loading...

હાર્દિકની ગર્લફ્રેન્ડ માહિકાને ફ્લાઇંગ કિસ:બુમરાહનો પોતાના જ બોલ પર કેચ, સેમસનનો શોટ અમ્પાયરને વાગ્યો; કોહલીના રેકોર્ડથી 13 રન દૂર રહ્યો અભિષેક; મોમેન્ટ્સ

IND Vs SA પાંચમી ટી-20ના ટોપ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ...

1. ભારતે સતત 8મી ટી-20 સીરીઝ જીતી

ભારતે ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સતત આઠમી સીરીઝ જીતીને પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ડિસેમ્બર 2023માં ભારતે સાઉથ આફ્રિકા સામે 1-1થી સીરીઝ બરાબર કરી હતી. ત્યારથી ભારતે તમામ સીરીઝ પોતાના નામે કરી છે.

આ દરમિયાન ભારતે ઝિમ્બાબ્વે સામે 4-1, શ્રીલંકા સામે 2-0 અને અફઘાનિસ્તાન સામે 2-0થી સીરીઝ જીતી. ત્યારબાદ બાંગ્લાદેશને 3-0થી ક્લીન સ્વીપ કરવામાં આવ્યું, જ્યારે સાઉથ આફ્રિકા સામે 3-1થી જીત નોંધાવી.

2. હાર્દિક પંડ્યાએ બીજી સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી

હાર્દિક પંડ્યાએ માત્ર 16 બોલમાં ફિફ્ટી ફટકારીને ભારત માટે ટી-20 ઇન્ટરનેશનલમાં બીજી સૌથી ઝડપી હાફ સેન્ચુરી લગાવી દીધી. આ મામલે તેમનાથી આગળ ફક્ત યુવરાજ સિંહ છે, જેમના નામે સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ છે. યુવરાજે 2007 ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. આ જ ઐતિહાસિક મેચમાં યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં છ છગ્ગા પણ ફટકાર્યા હતા.

3. કોહલીના રેકોર્ડથી અભિષેક શર્મા 13 રન દૂર રહી ગયો

અભિષેક શર્મા ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ T20 રન બનાવનાર બીજા ખેલાડી બન્યો. તેણે આ વર્ષે 1602 રન બનાવ્યા. અભિષેક વિરાટ કોહલીના 2016ના ઐતિહાસિક રેકોર્ડથી માત્ર 13 રન દૂર રહ્યો. કોહલીએ તે વર્ષે 1614 રન બનાવ્યા હતા, જે હજુ પણ કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા એક વર્ષમાં બનાવેલા સૌથી વધુ T20 રનનો રેકોર્ડ છે.

4. 679 બોલમાં સંજુ સેમસનના 1000 રન પૂરા

સંજુ સેમસને 679 બોલમાં 1000 ટી-20 ઇન્ટરનેશનલ રન પૂરા કર્યા. આ સાથે તેણે ભારત માટે બોલના હિસાબે સૌથી ઝડપી એક હજાર રન બનાવવાની બાબતમાં હાર્દિક પંડ્યાની બરાબરી કરી લીધી. જ્યારે આ યાદીમાં અભિષેક શર્મા ટોપ પર છે, જેણે માત્ર 528 બોલમાં 1000 ટી-20 રનનો આંકડો પાર કર્યો છે.

5. તિલક વર્માએ રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો

તિલક વર્માએ સાઉથ આફ્રિકા સામે ટી-20 ઇન્ટરનેશનલમાં રોહિત શર્માનો રેકોર્ડ તોડ્યો. તેણે માત્ર 10 ઇનિંગ્સમાં 496 રન બનાવીને આ યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું. આ પહેલા આ રેકોર્ડ રોહિત શર્માના નામે હતો, જેમણે 17 ઇનિંગ્સમાં 429 રન બનાવ્યા હતા. આ મામલે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ પણ તિલક વર્માથી પાછળ રહી ગયો.

6. વરુણે અર્શદીપની બરાબરી કરી

વર્ષ 2025માં વરુણ ચક્રવર્તીએ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતા 36 વિકેટ પોતાના નામે કરી. આ સાથે જ તેણે ભારત માટે એક વર્ષમાં સૌથી વધુ વિકેટ લેવાના મામલે અર્શદીપ સિંહની બરાબરી કરી લીધી છે. તે ભુવનેશ્વર કુમારના 2022માં બનાવેલા 37 વિકેટના રેકોર્ડથી એક વિકેટ દૂર રહી ગયો.

6. હાર્દિકે ત્રીજી વખત એક ઓવરમાં 20+ રન બનાવ્યા

હાર્દિક પંડ્યાએ ભારત માટે ત્રીજી વખત કોઈ એક ઓવરમાં 20થી વધુ રન બનાવ્યા. આ સિદ્ધિ સાથે તે એવા પસંદગીના બેટ્સમેનોની યાદીમાં સામેલ થઈ ગયા છે, જેમણે ટી-20 ઇન્ટરનેશનલમાં એક ઓવરમાં 20+ રન બનાવ્યા છે. આ મામલે રોહિત શર્મા સૌથી આગળ છે, જેમણે આ કારનામું 6 વખત કર્યું છે, જ્યારે યુવરાજ સિંહ અને સૂર્યકુમાર યાદવ 4-4 વખત એક ઓવરમાં 20થી વધુ રન બનાવી ચૂક્યા છે.

Image Gallery