Loading...

'ધુરંધર'ની સફળતા બાદ અક્ષય ખન્નાનો જૂનો ઇન્ટરવ્યૂ વાઇરલ:એક્ટરે કહ્યું હતું- 'મને શરૂઆતમાં સફળતા ન મળી, કારણ કે, મેં ખોટી ફિલ્મો પસંદ કરી હતી'

ઇન્ટરવ્યૂમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમના પિતાએ તેમને એક્ટર બનવા માટે પ્રોત્સાહિત કર્યા હતા, ત્યારે અક્ષય કહે છે- 'ના, કોઈએ પ્રોત્સાહિત કર્યા નહોતા. તેઓ ઇચ્છતા હતા કે હું આગળ જઈને વધુ ભણું. પરંતુ, મારા ખ્યાલથી હું જ્યારે 15-16 વર્ષનો હતો, ત્યારથી મેં નિર્ણય કરી લીધો હતો કે હું એક્ટર બનીશ.'

'જો મારે જીવનમાં કંઈક કરવું હોય, તો હું અહીં જ કરી શકું છું. હું અહીં જ કરીશ અને અહીંથી જ મને ખુશી અને સંતોષ મળશે.'

અક્ષયે એ પણ જણાવ્યું કે કેવી રીતે તેણે પોતાના પિતાને કહ્યું હતું કે તે એક એક્ટર બનવા માગે છે. તે યાદ કરતા કહે છે- 'ખરેખર, જેપી દત્તા સાહેબ જમવા માટે ઘરે આવ્યા હતા. હું તે સમયે બોર્ડિંગ સ્કૂલમાં હતો અને મારી ઉંમર લગભગ 18 વર્ષની હતી. તો તેમણે મને કહ્યું કે હું એક પિક્ચર બનાવી રહ્યો છું, બોર્ડર. મારી પાસે એક એવો રોલ છે. તું કામ કરવા માંગીશ?'

અક્ષય આગળ કહે છે- 'હું પિતાજીને કહેવા માંગતો હતો પણ થોડી ગભરામણ થતી હતી. હું તેમને ક્યારે અને કેવી રીતે કહું કે હું ફિલ્મોમાં કામ કરવા માગુ છું. આ તક મને સૌથી યોગ્ય લાગી. મેં વિચાર્યું કે આને બંને હાથથી પકડી લો.'

મેં કહ્યું કે હા, હું કામ કરીશ. ફિલ્મ ક્યારે શરૂ થઈ રહી છે? પછી જેપી સરે કહ્યું એક વર્ષ પછી. ત્યાં સુધીમાં હું સ્કૂલમાંથી છૂટવાનો હતો.

જ્યારે પિતાજીને ખબર પડી ત્યારે તેમનો પ્રતિભાવ શું હતો? ફિલ્મોમાં કામ કરવા માંગો છો? મેં કહ્યું હા, જોઈએ. એક નાનો રોલ છે, મલ્ટી-સ્ટાર કાસ્ટવાળી ફિલ્મ છે.

જેપી સાહેબે પૂછ્યું તો મેં કહ્યું ચાલો હું પ્રયત્ન કરું છું. તેમણે કહ્યું કે જો તું કરવા માગે છે તો મને કહે. મેં કહ્યું કે હા, હું કરવા માગુ છું. આના પર પિતાજીએ કહ્યું કે પછી હું તારા માટે એક ફિલ્મ બનાવું છું.'

વર્ષ 1997માં અક્ષય ખન્નાએ તેમના પિતા વિનોદ ખન્ના દ્વારા નિર્મિત ફિલ્મ 'હિમાલય પુત્ર'થી એક્ટિંગની શરૂઆત કરી. આ ફિલ્મમાં વિનોદ ખન્નાએ પણ કામ કર્યું હતું.

તે જ વર્ષના અંતમાં તેમને બોર્ડર ફિલ્મમાં જોવામાં આવ્યો. બંને ફિલ્મોમાં તેમના અભિનય માટે અક્ષયને મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમરનો એવોર્ડ મળ્યો.

Image Gallery