Loading...

બાપ રે...દારુડિયાએ નોરા ફતેહીની કારને ઠોકી!:એક્ટ્રેસે અકસ્માતની આપવીતી કહી; કહ્યું- 'શરીર ફંગોળાયું અને જોરથી માથું બારી સાથે ટકરાયું'

આ ટક્કરથી નોરા ફતેહીના માથામાં ઈજા થઈ છે. નોરાને તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં તેમનો સીટી સ્કેન થયો છે. તપાસમાં સામે આવ્યું છે કે નોરાને કોઈ ગંભીર ઈજા થઈ નથી. ડોકટરોની સલાહ પછી નોરા સનબર્ન 2025માં પરફોર્મન્સ આપવા પહોંચી હતી. નોરા ફતેહી તરફથી તે વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ ટક્કર મારનાર વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

એક્સિડન્ટના સમાચાર આવ્યાના તરત જ બાદ નોરાનો સનબર્નમાં આપેલા પરફોર્મન્સનો વીડિયો સામે આવ્યો છે. નોરાએ પૂરી એનર્જી સાથે કોન્સર્ટમાં પરફોર્મન્સ આપ્યું, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

અકસ્માતની આપવીતી જણાવતી એક્ટ્રેસ અકસ્માત બાદ નોરાએ પોતાના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે કહ્યું છે કે, હું તમને કહેવા માંગુ છું કે હું ઠીક છું. બપોરે મારો એક ગંભીર અકસ્માત થયો હતો. એક દારૂડિયાએ મારી કારને ટક્કર મારી. કમનસીબે અસર ઘણી વધારે હતી, મારું શરીર ફગોળાયું અને મારું માથું બારી સાથે અથડાયું. ચિંતા ન કરતાં. હું ઠીક છું, બસ કેટલીક નાની ઈજાઓ થઈ છે. હું ખૂબ આભારી છું કારણ કે કંઈક મોટું થઈ શક્યું હોત.

શેર કરેલા વીડિયોમાં નોરાએ કહ્યું છે કે- લોકોએ દારૂ પીને ગાડી ન ચલાવવી જોઈએ. આગળ તેણે કહ્યું, હું એવી વ્યક્તિ નથી, જે કોઈપણ રીતે આલ્કોહોલ, ડ્રગ કે વીડ જેવી કોઈ પણ વસ્તુ લેતી હોય જે આપણને આઉટ ઓફ માઇન્ડ કરી દે. હું તેને પ્રમોટ કરતી નથી અને ન તો એવું કરનારાઓની આસપાસ રહું છું. કોઈએ દારૂ પીને ગાડી ન ચલાવવી જોઈએ, તેનાથી તમે બીજાના જીવનને પણ જોખમમાં મૂકો છો. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ 2025 છે અને આપણે હજી પણ આ વાત કરવી પડી રહી છે.

નોરા ફતેહીનું વર્કફ્રન્ટ નોરા ફતેહીનો જન્મ કેનેડામાં થયો હતો, જ્યારે તેના માતાપિતા મોરોક્કન છે. થોડા સમય માટે મોડેલિંગ કર્યા પછી, નોરા લગભગ 10 વર્ષ પહેલાં માત્ર 5,000 રૂપિયા લઈને ભારત આવી હતી. મુંબઈમાં શરૂઆતના દિવસોમાં, નોરા 10 છોકરીઓ સાથે એક ફ્લેટ શેર કરતી હતી. લાંબા સંઘર્ષ પછી, નોરા 2014 ની ફિલ્મ રોર: ટાઇગર્સ ઓફ ધ સુંદરબન્સના એક ગીતમાં જોવા મળી. આ પછી, તે બાહુબલી ફિલ્મના 'મનોહરી' ગીતમાં પણ જોવા મળી હતી.

નોરા ફતેહી 2018ની ફિલ્મ 'સત્યમેવ જયતે'ના 'દિલબર' ગીતથી સ્ટાર બની ગઈ. પછી તેને 'સાકી સાકી', 'કામરિયા', 'માનિકે' જેવા ગીતોમાં કામ કર્યું. ગીતો ઉપરાંત, નોરા ફતેહીએ 'સ્ટ્રીટ ડાન્સર', 'ક્રેક', 'ભારત' જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વર્ષ 2021માં, નોરાએ પરિણીતી ચોપરાનું સ્થાન લીધું અને ફિલ્મ 'ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં જાસૂસ હિનાની ભૂમિકા ભજવી.

Image Gallery