Loading...

બાંગ્લાદેશમાં શેખ હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો:ઘરમાં ઘૂસીને ગોળી મારી, કાનના આરપાર નીકળી, હાલત ગંભીર

ઘાયલ નેતા NCP પાર્ટીના ડિવિઝન પ્રમુખ

મોતાલેબ શિકદર NCPના ખુલના ડિવિઝનના પ્રમુખ છે અને પાર્ટી સાથે સંકળાયેલા મજૂર સંગઠન NCP શ્રમિક શક્તિના આયોજક પણ છે. તેમના પર થયેલા આ હુમલાથી વિસ્તારમાં ભય ફેલાઈ ગયો છે.

NCP એ વિદ્યાર્થીઓ દ્વારા બનેલી પાર્ટી છે, જેમણે બાંગ્લાદેશના રાજકારણમાં મોટું આંદોલન ઊભું કર્યું અને તખતાપલટ થયો.

NCP ખુલનામાં એક મજૂર રેલીનું આયોજન કરવાની હતી. તેઓ એ જ કામ કરી રહ્યા હતા. હુમલાખોરોને પકડવા માટે પોલીસે ઘણા વિસ્તારોમાં ઓપરેશન શરૂ કર્યું છે અને હુમલા પાછળનું કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે.

વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની થોડા દિવસ પહેલા જ હત્યા કરવામાં આવી હતી

આ હુમલો એવા સમયે થયો છે જ્યારે બાંગ્લાદેશમાં તણાવ વધી રહ્યો છે. વિદ્યાર્થી નેતા શરીફ ઉસ્માન હાદીની થોડા દિવસ પહેલા ઢાકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

12 ડિસેમ્બરના રોજ ઢાકામાં એક મસ્જિદમાંથી બહાર નીકળતી વખતે માસ્ક પહેરેલા હુમલાખોરોએ તેમને ગોળી મારી દીધી હતી. તેમને સારવાર માટે એરલિફ્ટ કરીને સિંગાપોરની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં 18 ડિસેમ્બરના રોજ તેનું મોત થયું હતું.

હાદી ઢાકા યુનિવર્સિટી સાથે જોડાયેલા વિદ્યાર્થી સંગઠન ઇન્કલાબ મંચના સ્થાપક હતા. તેમના મૃત્યુથી રાજધાની સહિત અનેક વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનો અને હિંસા ફાટી નીકળી હતી.

બાંગ્લાદેશમાં હિંસાને કારણે ભારતીય સેના એલર્ટ પર

બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સતત ભારતવિરોધી ભાવનાઓને બળ મળ્યું છે. હાદીની મોતના વિરોધમાં ઇંકલાબ મંચ અને જમાતના કટ્ટરપંથીઓએ શુક્રવારે બેનાપોલથી ભારતની સરહદ સુધી માર્ચ કાઢી હતી. તેમનો દાવો હતો કે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપવામાં આવે.

ચટગાંવમાં ચંદ્રનાથ મંદિરની બહાર કટ્ટરપંથીઓએ નારેબાજી કરી હતી. આ તરફ ભારતીય સેના પણ સક્રિય થઈ ગઈ છે અને બાંગ્લાદેશની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે. ઇસ્ટર્ન કમાન્ડના પ્રમુખ લેફ્ટનન્ટ જનરલ આર.સી. તિવારીએ ગુરુવારે સાંજે ભારત–બાંગ્લાદેશ સરહદની મુલાકાત લીધી હતી.

Image Gallery