Loading...

સલમાનના બર્થ ડે સેલિબ્રેશનમાં આમિર ગર્લફ્રેન્ડ સાથે સામેલ થયો:ધોની, બોબી, રામચરણ અને સલમાનનો ફોટો વાઇરલ, ચાહકોએ 'ઐતિહાસિક ક્ષણ' ગણાવી

આમિર ગર્લફ્રેન્ડ ગૌરી સાથે સલમાનના ફાર્મહાઉસ પહોંચ્યો

રવિવારે આમિર ખાન તેના મિત્ર સલમાનના ફાર્મહાઉસ પર જોવા મળ્યો હતો. આમિર તેની ગર્લફ્રેન્ડ ગૌરી સાથે જોવા મળ્યો હતો. આમિર અને ગૌરી કારમાં પાછળની સીટ પર બેઠેલા જોવા મળ્યાં હતાં.

ધોની, રામ ચરણ અને બોબી દેઓલે બર્થ ડેમાં હાજરી આપી

સલમાનની બર્થડે પાર્ટીમાં સાઉથસ્ટાર રામચરણ, શિલ્પા શેટ્ટી, બોબી દેઓલ, સંજય દત્ત, ધોની, મીકા સિંહ સહિત અનેક સેલેબ્સ પહોંચ્યા હતા. કેક કટિંગ 26 ડિસેમ્બરની મોડી રાત્રે થયું હતું.

પાર્ટીમાં સલમાન ખાન, બોબી દેઓલ, સાઉથ સ્ટાર રામ ચરણ અને પૂર્વ ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની એક સાથે જોવા મળ્યા હતા. ચારેયની વાતચીતની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ચાહકો તેને ખાસ અને લિજેન્ડરી ફ્રેમ ગણાવી રહ્યા છે, જેમાં તમામ મોટા નામ એક સાથે જોવા મળ્યા હતા.

બર્થડે બેશમાંથી સલમાન ખાનનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે ઝડપી ગતિએ ઇલેક્ટ્રિક સાયકલ ચલાવતો જોવા મળ્યો હતો. તેને રેકોર્ડ કરવા માટે પેપરાઝી આ દરમિયાન તેની પાછળ દોડ્યા હતા. સુરક્ષાની ગાડીઓ પણ તેની આગળ-પાછળ ચાલતી જોવા મળી હતી.

સલમાનની તસવીરોથી બાંદ્રા-વર્લી સી લિંક રોશન કરાયું હતું

સલમાનના 60મા જન્મદિવસના એક દિવસ પહેલા મુંબઈનો બાંદ્રા-વર્લી સી લિંક ખાસ અંદાજમાં રોશન કરાયું હતું. બાંદ્રા-વર્લી સી લિંક મુંબઈનો સૌથી પ્રખ્યાત લેન્ડમાર્ક માનવામાં આવે છે. આ લેન્ડમાર્ક બાંદ્રાને વર્લી સાથે જોડે છે અને શહેરની સ્કાયલાઇનનો એક મહત્વપૂર્ણ ભાગ છે.

પુલ પર લાઇટિંગ દરમિયાન હેપ્પી 60મો બર્થડે સલમાન ખાન અને હેપ્પી બર્થડે ભાઈ જેવા મેસેજ દર્શાવવામાં આવ્યા હતા. લાઇટિંગ ડિસ્પ્લેમાં સલમાનની તસવીરો અને તેમના જાણીતા ફિલ્મી પાત્રોની ઝલક પણ જોવા મળી હતી. આ લાઇટિંગ ટ્રિબ્યુટ સલમાન ખાનના ચેરિટી અને ક્લોથિંગ બ્રાન્ડ બીઇંગ હ્યુમન દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

Image Gallery