Loading...

થર્ટી ફર્સ્ટ પહેલાં 2 કરોડથી વધુનાં દારૂ પર બુલડોઝર ફર્યું:દેશી-વિદેશી દારૂના 900 ગુનાનો મુદ્દામાલ નષ્ટ કરાયો, પોરબંદરના બૂટલેગરોમાં ફફડાટ

વિદેશી દારૂની 28 હજારથી વધુ બોટલોનો નાશ પોલીસ દ્વારા વિદેશી દારૂના કુલ 76 જેટલા ગુનાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દરોડાઓ દરમિયાન પોલીસને પેટીબંધ વિદેશી દારૂની કુલ 28,337 બોટલ હાથ લાગી હતી. આ જપ્ત કરાયેલા વિદેશી દારૂની બજાર કિંમત અંદાજે ₹1,95,28,489 જેટલી થવા જાય છે, જેનો કાયદેસરની પ્રક્રિયા બાદ નાશ કરવામાં આવ્યો છે.

દેશી દારૂના 800થી વધુ ગુનાઓ માત્ર વિદેશી જ નહીં, પરંતુ દેશી દારૂની બદીને ડામવા માટે પણ પોરબંદર પોલીસે કમર કસી છે. પોલીસ કાર્યવાહી દરમિયાન દેશી દારૂના વેચાણ અને હેરાફેરીના કુલ 824 ગુના નોંધાયા હતા, જેમાંથી 11,504 લિટર દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કિંમત અંદાજે ₹23,00,760 થાય છે.

  • વિદેશી દારૂ (76 ગુના): ₹1,95,28,489ની કિંમતની 28,337 બોટલ
  • દેશી દારૂ (824 ગુના): ₹23,00,760ની કિંમતનું 11,504 લિટર
  • કુલ નાશ કરાયેલો મુદ્દામાલ: ₹2,18,29,249     થર્ટી-ફર્સ્ટને લઈ પોલીસ સતર્ક નવા વર્ષના સેલિબ્રેશન દરમિયાન દારૂની રેલમછેલ અટકાવવા અને અસામાજિકતત્વો પર લગામ કસવા માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી છે. આટલી મોટી કિંમતના દારૂના જથ્થાના નાશથી જિલ્લાના બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોરબંદર પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તહેવારો દરમિયાન શાંતિ ભંગ કરનાર કે નશો કરનાર તત્વો સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહીં.

Image Gallery