IND W vs SL W: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાના કર્યા સૂપડા સાફ, 5-0થી જીતી ટી20 સીરિઝ
India vs Sri Lanka Womens 5th T20I : ભારત અને શ્રીલંકાની મહિલા ટીમ વચ્ચે 5 મેચની ટી20 સીરિઝની છેલ્લી મેચ તિરુવનંતપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં બંન્ને વચ્ચે શાનદાર ટકકર જોવા મળી હતી.
મેચની શરુઆત ભારતીય ટીમ માટે કાંઈ ખાસ રહી ન હતી. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર ઈનિગ્સ રમી વાપસી કરી હતી. રન ચેજ દરમિયાન શ્રીલંકાની શાનદાર બેટિંગ જોવા મળી હતી.પરંતુ ભારતીય બોલરે દબદબો દેખાડતા મેચ જીતવાની સાથે સીરિઝ 5-0થી પોતાને નામ કરી છે.
શ્રીલંકાએ આ મેચમાં ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમ ઈન્ડિયાની શરુઆતની 3 વિકેટ માત્ર 41 રન પર જ પડી હતી. 77 રન સુધી પહોંચવા માટે અડધી ટીમ પવેલિયન પરત ફરી હતી ત્યારબાદ હરમનપ્રીત કૌરે શાનદાર બેટિંગ કરી હતી. તેમણે 43 બોલમાં 68 રન બનાવ્યા હતા. જેમાં 9 ચોગ્ગા અને 1 સિક્સ સામેલ છે. ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા.