Loading...

નવા વર્ષની ઉજવણી દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડના રિસોર્ટમાં બ્લાસ્ટ:47 લોકોનાં મોતના અહેવાલ, 100 ઘાયલ; શહેરને નો-ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યું

વિસ્ફોટવાળી જગ્યાને સીલ કરી દેવામાં આવી

ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયરબ્રિગેડ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત ગંભીર હોવાનું ક

ક્રાન્સ-મોન્ટાનામાં હોલીડે પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે

ક્રાન્સ-મોન્ટાના સ્વિટ્ઝર્લેન્ડના આલ્પ્સ પર્વતક્ષેત્રમાં સ્થિત એક લક્ઝરી સ્કી રિસોર્ટ છે. આ જગ્યા સ્વિસ રાજધાની બર્નથી લગભગ બે કલાકના અંતરે છે અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ખાસ કરીને શિયાળા અને નવા વર્ષના સમયે.

ફોરેન્સિક ટીમ અકસ્માતના પુરાવા એકઠા કરી રહી છે

ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી રહી છે અને બારમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા કેટલાક વીડિયોમાં બારમાં આગ લાગેલી જોવા મળી રહી છે, જોકે પોલીસે આ વીડિયોની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

Image Gallery