Loading...

પોલીસ સ્ટે.ના ઘેરાવ બાદ પાટીદાર દીકરીનો કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો:સુરતમાં સગીરાને ભગાડી જનાર બે સંતાનનો પિતા; અગાઉ પણ બે-ત્રણ દીકરીને ભગાવી ગયાનો પત્નીનો ઘટસ્ફોટ

17 વર્ષની દીકરીને ભગાવી જનાર બે સંતાનનો પિતાઃ વિજય માંગુકિયા આ મામલે પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું કે, 17 વર્ષની પાટીદારની દીકરી સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ગુમ થાય છે, અપહરણ થાય છે. તે સંદર્ભે પાટીદાર સેવા સંઘ દ્વારા 1 જાન્યુઆરીએ યોગીચોક વિસ્તારની અંદર મીટિંગ બોલાવી હતી. એ મીટિંગમાં સર્વાનુમતે એવું નક્કી કરવામાં આવ્યું કે, આપણે પી.આઈ. પાસે અથવા તો જવાબદાર અધિકારી પાસે જવાબ લેવા જઈએ.

જવાબ લેવા ગયા ત્યારે ફરી પાછું જે પ્રમાણે 35 દિવસથી દીકરી ગુમ છે અને રોજબરોજ પરિવારને જે આશ્વાસન આપવામાં આવતું હતું કે, 12 કલાક, 24 કલાક, 36 કલાક કે 48 કલાકમાં અમે દીકરીને હાજર કરી દેશું અને સહી-સલામત અમે દીકરીને લાવી દેશું. પરંતુ 35 દિવસ સુધી જ્યારે કોઈ પરિણામ નથી મળતું, ત્યારે સમાજ એકત્રિત થઈ, પાટીદાર સમાજના યુવાનો એકત્રિત થઈ અને પરિવારજનો સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

‘દીકરીને સહીસલામત પરિવારને સોંપવા સમાજની માગ’ પોલીસ સ્ટેશનમાં એ જવાબદાર અધિકારી પાસે ફરી જવાબ માંગતા અધિકારીએ ફરી પાછા બે દિવસનો સમય માંગ્યો હતો. ત્યારે પાટીદાર સમાજના યુવાન આગેવાન તરીકે યુવાનોની અને આગેવાનોની એક જ માગ છે કે, આ દીકરી 35 દિવસથી ક્યાં છે? કેવી રીતે રહે છે? કોની સાથે રહે છે? એ જાણ નથી. તાત્કાલિક ધોરણે આ દીકરીની પરિવાર સાથે મુલાકાત થાય અને દીકરી સહી-સલામત હાજર થાય.

\‘જવાબદાર અધિકારીની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે’ આ સંજોગોમાં જ્યારે આ આરોપી 35 દિવસ પહેલા દીકરીને ઉઠાવીને લઈ જાય છે, દીકરીનું અપહરણ કરે છે ત્યારે પરિવારજનો દ્વારા અલગ-અલગ પ્રકારે, અલગ-અલગ સ્ત્રોતોથી અલગ-અલગ જગ્યાએથી લોકેશનો જવાબદાર અધિકારીઓને આપ્યા હતા. જવાબદાર અધિકારીઓએ કંઈક ભૂલ કરી અને દીકરીનો આજે પતો નથી લાગતો, ત્યારે ઉચ્ચ લેવલે રજૂઆત કરવામાં આવી છે. પાટીદાર સમાજની એવી માગ છે કે, આ જવાબદાર અધિકારીની સામે કાયદેસરના પગલાં લેવામાં આવે.

‘દીકરીઓ ભાગતા સમયે કઈ જોતી નથી’ 17 વર્ષની દીકરીનું જે અપહરણ થયું છે, એવી રીતે અનેક દીકરીઓ સાથે, જે સગીર (નાબાલિક) દીકરીઓ સાથે જે પ્રમાણે ઘટના બની રહી છે અને ફસાવી-ફોસલાવીને 18 વર્ષની થાય ત્યાં સુધી રાહ જુએ છે. આવા સંજોગોની અંદર જ્યારે દીકરીઓ ફસાઈ-ફોસલાઈને આવા લુખ્ખાઓ, અસામાજિક તત્વો સાથે જતી રહે છે, એ જોતી નથી કે એનું મૂળ ગોત્ર કયું છે? એમની વ્યવસ્થા શું છે? એમની ખાણી-પીણી શું છે? એમની રહેણી-કહેણી કેવી છે?

પોલીસે યોગ્ય કાર્યવાહી ન કર્યાનો આક્ષેપ સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે આરોપીનો ફોન પાંચ દિવસ સુધી ચાલુ હતો અને તેનું લોકેશન પણ ઉપલબ્ધ હતું, તેમ છતાં પોલીસે ગફલત દાખવી, જેના કારણે કોઈ પરિણામ મળ્યું નથી. આ મામલે જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.

સમાજમાં વ્યાપી રહેલાં સામાજિક દૂષણો ખતમ કરવા એક થવા અપીલ સૌરાષ્ટ્રના એક ગામડામાં રહેતા દીકરીના પરિવારને આર્થિક સહાય માટે સમાજ દ્વારા બાંયધરી આપવામાં આવી છે. મિટિંગમાં હાજર રહેલા તમામ લોકો સરથાણા પોલીસ સ્ટેશન પહોંચી જવાબ માગ્યા હતા, સાથે જ સમાજમાં વ્યાપતા સામાજિક દૂષણો ખતમ થાય અને યુવાનો જાગ્રત બને તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

પોલીસની કામગારી સામે પાટીદાર સમાજે સવાલો ઉઠાવ્યા પાટીદાર સમાજની 17 વર્ષીય સગીરાનું અપહરણ થયાને 35 દિવસ થયા છતાં પણ હજુ સુધી કોઈ પણ પત્તો લાગ્યો નથી. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇની કાર્યવાહી સામે પાટીદાર સમાજ દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે. જ્યારે આ બાબતે અપરણ જેવી ઘટના હોવા છતાં પણ તાત્કાલિક કાર્યવાહી ન થઈ હોવાના કારણે સુરત પોલીસ કમિશનરે સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઇ બી. બી. કરપડાનો ઊધડો લીધો હોવાની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Image Gallery