Loading...

રાની મુખર્જી-ઇમરાન હાશ્મીને જોઈ ચાહકો પાગલ બન્યા:સીરિયલ કિસર પોળ પર આફરિન, અમદાવાદ કાઇટ ફેસ્ટિવલમાં 'તસ્કરી'ની સ્ટારકાસ્ટનો જબરદસ્ત જલવો

કાઇટ ફેસ્ટીવલમાં બીજા દિવસે બોલિવુડ સ્ટારની એન્ટ્રી અમદાવાદ રિવરફ્રન્ટ પર ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આજે કાઇટ ફેસ્ટીવલના બીજા દિવસે બોલિવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશમી આવ્યા હતા. અને અહીં મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી સાથે પતંગ ઉડાવી હતી.

એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશ્મી રિવરફ્રન્ટમાં આજે અમદાવાદમાં બોલીવુડ એક્ટ્રેસ રાની મુખર્જી અને એક્ટર ઇમરાન હાશ્મી રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહેલા ઈન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા હતા. આ દરમિયાન રાની મુખર્જી સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમની સાથે સાથે ફર્યા હતા.

રાનીની ઝલક જોવા શહેરીજનો ઉમટ્યા રાની મુખર્જીની એક ઝલક જોવા શહેરીજનો ઉમટી પડ્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસે અહીં પતંગબાજો પાસેથી પતંગ લઈને ઉડાવી હતી અને ચીઅર કર્યું હતું. આ ઉપરાંત બોલીવુડ એક્ટ્રેસે હેરિટેજ પોળની પણ મુલાકાત લીધી હતી અને નિહાળી હતી.

ઇમરાન હાશ્મીએ પોળની થીમના વખાણ કર્યા જ્યારે ઇમરાન હાશ્મીએ અમદાવાદ હેરિટેજ સિટીને લઈને વખાણ કર્યા હતા. જે પ્રમાણે અહીંયા અમદાવાદ હેરિટેજ સિટીની પોળની થીમ તૈયાર કરવામાં આવી છે તેને લઈને પણ ઇમરાન હાશ્મીએ વખાણ કર્યા હતા અને એમની આવતીકાલે રિલીઝ થતી સિરીઝ 'તસ્કરી:ધ સ્મગલર્સ વેબ' વિશે પણ તેઓએ વાત કરી હતી.

સાંજે ગુજરાતી લોક કલાકારોનું પર્ફોર્મ જોકે, આજે સાંજે અહીં ગુજરાતી લોક કલાકારો પર્ફોર્મ કરવામાં આવશે. આ પર્ફોમન્સ જોવા માટે પર પર્સન 50 રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે. આ પતંગોત્સવ 17 જાન્યુઆરી સુધી ચાલશે. એવો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.

‘હું નાનપણમાં બહું પતંગ ઉડાવતો’ ઈમરાન હાશ્મીએ કહ્યું, હું કાઈટ ફેસ્ટિવલમાં પહેલીવાર આવ્યો છું. અહિંયા જે માહોલ છે તે જોઈને મજા આવી. આ ફેસ્ટિવ ફૂલ ઓફ કલર, ફૂલ ઓફ વાઈબ, લાઈફ અને અહિંયા આવીને બહું સારુ લાગે છે. અમારી તસ્કરી સિરીઝ આવી રહી છે, આવતીકાલે 14 જાન્યુઆરીએ રિલીઝ થશે. હું નાનપણમાં બહું પતંગ ઉડાવતો. અહિંયા પતંગ ઉડાવવાની કોશિષ કરીશ. આ હેરિટેજ પોળ થીમ જોઈને આનંદ થયો.