Loading...

'જંગ હથિયારો સે નહીં, જુર્રત સે જીતી જાતી હૈ':આર્મી, નેવી અને એરફોર્સની ત્રિશક્તિ પાકિસ્તાનને ધ્રુજાવશે, 'બોર્ડર 2'માં સનીની ત્રાડ રૂંવાડાં ઊભાં કરી દેશે; ટ્રેલર રિલીઝ

જે ફિલ્મના ગીતો વિના દરેક સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક પર્વની ઉજવણી અધૂરી છે, તેવી 'બોર્ડર' ફિલ્મની સિક્વલ 'બોર્ડર 2'નું આજે ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. આ વખતે યુદ્ધ માત્ર જમીન પર જ નહીં, પણ જળ, થલ અને નભ એમ ત્રણેય મોરચે લડાશે. ટ્રેલરમાં સની દેઓલની ત્રાડ અને વરુણ ધવન (આર્મી), અહાન શેટ્ટી (નેવી) અને દિલજીત દોસાંઝ (એરફોર્સ)ની ત્રિશક્તિ પાકિસ્તાનના રૂંવાડા ઊભા કરી દે છે. ફિલ્મમાં દમદાર ડાયલોગ્સની સાથે દિલધડક એક્શન સિક્વન્સ અને વોર સીન્સ દર્શકોને જકડી રાખશે.

સની દેઓલની ત્રાડ ફરી રૂંવાડાં ઊભાં કરી દેશે

3 મિનિટ અને 35 સેકન્ડ લાંબા આ ટ્રેલરની શરૂઆતમાં સની દેઓલ પાકિસ્તાની ટેન્કની સામે ઊભો હોય છે, ત્યારે પાકિસ્તાની સૈનિક સનીની સામે તોપ ફેરવીને આદેશ આપે છે, ફાયર... આ દ્રશ્ય જોઈને જ રૂંવાડા ઊભા થઈ જાય છે.

બાદમાં સની દેઓલ એ જ ગુંજતા અવાજ સાથે કહે છે, 'સૈનિક માટે બોર્ડર (સીમા) એ માત્ર નક્શા પર દોરેલી લીટી નથી, પરંતુ પોતાના દેશને આપેલું એક વચન છે કે, જ્યાં તે ઉભો છે, તેની આગળ કોઈ નહીં જઈ શકે. ન તો કોઈ દુશ્મન, ન તેની ગોળી અને ન તો તેનો ઈરાદો. અને આજે ગમે તે થઈ જાય, આપણે આ વાયદો તૂટવા નહીં દઈએ.'આ ડાયલોગ સાંભળતા જ જૂની 'બોર્ડર'ની યાદો તાજી થઈ જાય છે. ફિલ્મમાં સની દેઓલ ફરી એકવાર નરેટિવના મુખ્ય સ્તંભ તરીકે જોવા મળશે.

સેનાની ત્રણેય પાંખની શક્તિ સાથે આવશે

'બોર્ડર 2માં વરુણ ધવન ભારતીય સેનાના પરમવીર મેજર હોશિયાર સિંહ દહિયાનું પાત્ર ભજવી રહ્યો છે, જે જમીન પર સેનાનું સંપૂર્ણ ઓપરેશન સંભાળશે. ટ્રેલરમાં તે કહે છે કે, 'હમારે ગાંવ મેં એક કહાવત હૈ, હમ પૂજા ભલે હી રામ કી કરતે હૈ, લેકીન તેવર પરશુરામ કી રખતે હૈ.' જ્યારે દિલજીત દૌસાંઝ ભારતીય વાયુસેનાના અધિકારી ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોંની ભૂમિકા ભજવી રહ્યો છે. ટ્રેલરમાં દિલજીત કહે છે કે, 'ભલે હી હમારી તાદાત કમ હો સર, લેકીન તાકત કિસી સે કમ નહીં હૈ. યે આસમાન હમારા હૈ, હમારા હી રહેગા.'
જ્યારે સુનીલ શેટ્ટીનો દીકરો અહાન શેટ્ટી ફિલ્મમાં નૌકાદળના અધિકારી એમ.એસ. રાવતની ભૂમિકા ભજવી રહ્યો છે. તે કહે છે, 'ઇન પાનીમેં હમ ઇન્ડિયન બોર્ડર હૈ, રંગા. કિસી ભી હાલત મેં દુશ્મન યે લાઇન ક્રોસ નહીં કર સકતા.'

દમદાર ડાયલોગ્સ ફિલ્મ સાથે જકડી રાખશે

સની દેઓલ સૈનિકોને કહે છે કે, 'દુનિયા કા કોઈ ભી અફસર યહી કહેગા કી હમ યે જંગ હારેંગે, લેકીન મેં કહેતા હું કે હમ યે જંગ જીતેંગે...ક્યોંકી જંગ હથિયારો સે નહીં, જુર્રત (હિંમત- સાહસ) સે જીતી જાતી હૈ. હૈ વો જુર્રત...' યુદ્ધ પર જતા પહેલા વરુણ તેની પત્નીને કહે છે, 'ફૌજી હું, વાપસ તો આના હી હૈ, યા તો જીત કર, યા તો યાદ બનકર. લેકીન આના જરૂર હૈ.'

જ્યારે દિલજીત તેની માતાને કહે છે, 'ચંગા મેરી સોતેલી માઈ, અબ ચલતા હું, અસલી મા કા બુલાવા આ ગયા.' એક સીનમાં મોના સિંહ સની દેઓલને કહે છે, ‘સિર્ફ યે જંગ નહીં, અપને અંદરવાલી જંગ ભી જીત કે આના.’

23 જાન્યુઆરીએ રિલીઝ થશે 'બોર્ડર 2'

અનુરાગ સિંહના નિર્દેશનમાં બનેલી ‘બોર્ડર 2’માં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંઝ, અહાન શેટ્ટી, મોના સિંહ, મેધા રાણા, સોનમ બાજવા અને અન્યા સિંહ છે. આ ફિલ્મ 23 જાન્યુઆરી, 2026 ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.

આ ફિલ્મ ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી છે અને જેપી દત્તાની જેપી ફિલ્મ્સના સહયોગથી બની છે. આ ફિલ્મને ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તાએ પ્રોડ્યુસ કરી છે.

Image Gallery