Loading...

અમદાવાદના વટવા તળાવમાં મેગા ડિમોલિશન:મકાન તૂટતાં મહિલા રડી પડી, વિસ્થાપિત પરિવારોને આશ્રયગૃહ બતાવવા લઈ જવાયા; ધાર્મિક સ્થાન સિવાયના દબાણો હટાવાયા

રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત આવેલા તળાવોમાંથી દબાણો દૂર કરીને તળાવને ડેવલોપમેન્ટ કરવાની પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદમાં ચંડોળા અને ઇસનપુર તળાવમાંથી ગેરકાયદેસર દબાણો દૂર કરાયા બાદ આજે 20 જાન્યુઆરીના રોજ શહેરના વટવા વિસ્તારમાં આવેલા વાંદરવટ તળાવમાં રહેલા 430 રહેણાંક અને 30 કોમર્શિયલ દબાણો દૂર કરાશે.

આજે વહેલી સવારથી કુલ 4 ફેઝમાં 8 ટીમે ડિમોલિશન કામગીરી શરૂ કરી છે અને આજે બપોર સુધીમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરાશે. શહેરના ઝોન 6 પોલીસ સ્ટેશનના 500 જવાનો અને કોર્પોરેશનના 300 અધિકારીઓ-કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા છે. 10 હિટાચી મશીન અને 5 JCB મશીન તેમજ શ્રમિકોની મદદથી દબાણો દૂર કરાઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ધાર્મિક સિવાયના દબાણો હટાવાશે અને વર્ષ 2010 પહેલા વસતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાશે.