Loading...

5 મિનિટની વધુ ઊંઘ અને 2 મિનિટની ઝડપી ચાલ આયુષ્યમાં કરે છે વધારો, રિસર્ચમાં ચોંકાવનારો દાવો

Health News: આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણે અવારનવાર ફરિયાદ કરીએ છીએ કે 'મારે તો ઊંઘવાનો પણ સમય નથી મળતો અથવા તો કહી છીએ કે 'કસરત ક્યારે કરીએ સમય તો હોવો જોઈએ ને?'. પરંતુ, મેડિકલ જગત જર્નલ 'ધ લેન્સેટ'ના એક નવા સંશોધને આ માન્યતા બદલી નાખી છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે તમારી નાની આદતો તમારી ઉંમર અને સ્વાસ્થ્ય પર મોટી અસર કરી શકે છે.

રિસર્ચ શું કહે છે?  

The Lancetના રિસર્ચ મુજબ દાવો કરવામાં આવ્યો છે કે જો તમે તમારી રોજીંદી ઊંઘમાં માત્ર 5 મિનિટનો વધારો કરો અને દિવસ દરમિયાન 2 મિનિટ ઝડપી ચાલો (Brisk Walk), તો તમારી સરેરાશ ઉંમર એક વર્ષ સુધી વધી શકે છે. આ વાત સાંભળવામાં ભલે સામાન્ય લાગે પણ તેની પાછળ નક્કર વૈજ્ઞાનિક કારણો છે.સંશોધકોએ હજારો લોકોની ઊંઘ, શારીરિક પ્રવૃત્તિ અને સ્વાસ્થ્યના ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. તારણમાં જાણવા મળ્યું છે કે 5 મિનિટ વધુ ઊંઘવાની અને 2 મિનિટ ઝડપી ચાલવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરનું જોખમ ઘટે છે અને તંદુરસ્ત જીવન મળે છે.

Image Gallery