Vastu Tips: સાંજના સમયે ઘરમાં કપૂર સળગાવવું શુભ છે કે અશુભ? જાણો વાસ્તુ શું કહે છે
કપૂર બાળવાથી વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ શું તમે જાણો સાંજના સમયે કપૂર બાળવાથી કે સળગાવવાથી શું થાય છે તેમજ તેમ કરવું શુભ છે કે અશુભ ચાલો સમજીએ.
હિન્દુ ધર્મમાં કપૂરનું ખૂબ મહત્વ છે. કપૂરનો આ નાનો ટુકડો ધાર્મિક વિધિઓમાં ઉપયોગમાં લેવાય છે. એવું કહેવાય છે કે તેને બાળવાથી વાતાવરણમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. પરંતુ શું તમે જાણો સાંજના સમયે કપૂર બાળવાથી કે સળગાવવાથી શું થાય છે તેમજ તેમ કરવું શુભ છે કે અશુભ ચાલો સમજીએ.
ઘરમાં દિવસ હોય કે રાત કોઈ પણ સમયે કપૂર બાળવું શુભ માનવામાં આવે છે કારણ કે તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાય છે, જે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવતા લાવે છે.
દેવી લક્ષ્મીના આશીર્વાદ વરસશે - ઘરમાં કપૂર બાળવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. એવું કહેવાય છે કે સાંજે કપૂર બાળવાથી વાતાવરણ શુદ્ધ થાય છે, અને શુદ્ધ વાતાવરણ વાળા ઘરમાં દેવી લક્ષ્મી જલદી પ્રવેશ કરે છે.