Gen Z કે મિલેનિયલ્સ, કઈ જનરેશન છે સૌથી વધુ ઇન્ટેલિજન્ટ? રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો
Gen Z અને મિલેનિયલ્સમાંથી સૌથી વધુ હોશિયાર કોણ? આ સવાલ તમને ઘણીવાર થયો હશે. ઘણા રિપોર્ટ અને અભ્યાસોમાં આ અંગે દાવો કરવામાં આવ્યો છે, અને તેમાં દર્શાવવામાં આવ્યું છે કે, Gen Z અને મિલેનિયલ્સ જનરેશન વચ્ચે શું તફાવત છે, જાણો...
શું Gen Z જનરેશન પોતાના માતા-પિતા કરતા ઓછી સમજદાર છે? આ સવાલ આજકાલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં કેટલાક સંશોધનો અને IQ ટ્રેન્ડ્સના વિશ્લેષણમાં દાવો કરવામાં આવ્યો છે કે, જનરેશન ઝેડ એટલે કે Gen Zનો સરેરાશ બૌદ્ધિક સ્કોર (IQ) તેમના માતા-પિતા એટલે કે મિલેનિયલ્સ જનરેશન અને તેમનાથી પહેલાની પેઢીઓ કરતા ઓછો નોંધાયો છે.