Abhishek Bachchan Net Worth : અભિષેક બચ્ચન સંપત્તિમાં પત્ની ઐશ્વર્યા રાય બચ્ચનથી પાછળ, જુનિયર બચ્ચનની નેટવર્થ જાણો
Abhishek Bachchan Net Worth : સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન આજે પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. તો આજે જુનિયર બચ્ચનના જન્મદિવસ પર તેની પહેલી ફિલ્મ અને તેની નેટવર્થ તેમજ તેમની સાથે જોડાયેલી ખાસ વાતો વિશે જાણો.
દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન અને ફેમસ અભિનેત્રી જયા બચ્ચનનો દીકરો અભિષેક બચ્ચન પોતાના માતા-પિતાના રસ્તા પર ચાલ્યો છે. બોલિવુડમાં અભિનેતા તરીકે તેમણે કામ કર્યું છે. પરંતુ તેના માતા-પિતાની જેમ ઓળખ બનાવી શકયો નથી.
આજે અભિષેક બચ્ચન પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યા છે. તો ચાલો આજે તેના જન્મદિવસ પર તેની સાથે જોડાયેલી કેટલીક રસ્પ્રદ વાતો જાણીએ. અમિતાભ બચ્ચન અને જયા બચ્ચના દિકરા અભિષેક બચ્ચનનો જન્મ 5 ફેબ્રુઆરી 1976ના રોજ મુંબઈમાં થયો છે.
અભિષેક બચ્ચને અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન સાથે વર્ષ 2007માં લગ્ન કર્યા હતા.એશ્વર્યા માત્ર એક્ટિંગ જ નહી પરંતુ નેટવર્થ મામલે પણ પતિ અભિષેક બચ્ચનથી ખુબ આગળ છે.અભિષેક બચ્ચને મુંબઈમાંથી અભ્યાસ કર્યો છે. આગળના અભ્યાસ માટે અમેરિકા ગયા હતા.