Loading...

7.2 રેટિંગ સાથે ‘તસ્કરી’ વેબસિરીઝ નેટફ્લિક્સ પર બની ગઈ નંબર 1, દુનિયાભરમાં વગાડી દીધો ડંકો, 12 દિવસમાં 50 મિલિયન વ્યૂઝ પાર

Netflix Web Series: ઈમરાન હાશમી અને નીરજ પાંડેની વેબ સીરીઝ 'તસ્કરી' એ OTT ની દુનિયામાં રિયલ અર્થમાં વૈશ્વિક સ્તરે ધમાલ મચાવી દીધો છે. આ સિરીઝે માત્ર ભારતમાં જ નહીં પરંતુ હજારો કિમ દૂર અન્ય દેશોમાં પણ ધાક જમાવી છે. આ શો દુનિયાના 20 અલગ અલગ દેશોમાં નેટફ્લિક્સની 'Top 10 નોન-ઈન્ગલિશ શોઝ'ની યાદીમાં તેનુ સ્થાન બનાવવામાં સફળ રહી છે. કોઈ ભારતીય સિરીઝ માટે આટલા ઓછા સમયમાં દુનિયાભરના દર્શકોના દિલ જીતવા ખરેખર મોટી ઉપલબ્ધિ છે. વિદેશી બજારોમાં પણ ઈમરાન હાશ્મીનો જાદુ દેખાઈ રહ્યો છે.

 

ઇમરાન હાશ્મી હાલમાંમાં ડિજિટલ દુનિયાના બેતાજ બાદશાહ બનીને ઉભરી આવ્યા છે. નેટફ્લિક્સ પર તેમની બે મોટી રિલીઝે ધમાલ મચાવી દીધી છે. વર્ષની શરૂઆત ઇમરાન માટે ખૂબ જ સારી રહી, પહેલા નેટફ્લિક્સ પર તેની સિરીઝ 'Haq'આવી અને ત્યારબાદ ટૂંક સમયમાં 'તસ્કરી: ધ સ્મગલર્સ વેબ'Taskaree the smuggler's આવી. બંને પ્રોજેક્ટ્સે OTT પ્લેટફોર્મ પર પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે અને ઇમરાનને ડિજિટલ સ્પેસના નવા 'કિંગ' સાબિત કર્યા છે.નીરજ પાંડે દ્વારા દિગ્દર્શિત, વેબ સિરીઝ "તસ્કરી: ધ સ્મગલર્સ" એ ગ્લોબલ લેવલ પર ડંકો વગાડી દીધો છે. ગયા સપ્તાહે, આ શ્રેણી નેટફ્લિક્સ દ્વારા 20 અલગ અલગ દેશોમાં ટોચના 10 બિન-અંગ્રેજી શોની યાદીમાં ટ્રેન્ડ કરી હતી. રસપ્રદ વાત એ છે કે, આ શોએ આ 10 દેશોમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જે તેની અપાર લોકપ્રિયતા દર્શાવે છે.વ્યુઅરશિપના કિસ્સામાં પણ તસ્કરીએ એક એવો મુકામ હાસિલ કર્યો છે જે દરેકના બસની વાત નથી. ફક્ત 12 દિવસમાં આ શો એ વ્યુઅપશિપા તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. રિલીઝ થયાના પહેલા બે સપ્તાહમાં જ આ શ્રેલી 50.6 મિલિયન કલાકથી વધુ જોવામાં આવી છે. ઈમરામ હાશ્મી અને નીરજ પાંડે અભિનીત આ શ્રેણી દર્શકોના દિલો પર રાજ કરી રહી છે

Image Gallery