Loading...

Health Tips: શિયાળામાં જાયફળનો આ રીતે કરો ઉપયોગ, સાંધાના દુખાવા અને ત્વચાની સમસ્યામાંથી મળશે કાયમી મુક્તિ

Nutmeg Remedies: રસોડામાં વપરાતા તેજાના માત્ર સ્વાદ વધારવા માટે જ નથી હોતા, પરંતુ તે ઔષધિનો ભંડાર પણ હોય છે. આવો જ એક મસાલો છે જાયફળ. હળવા તીખા અને અખરોટ જેવા સ્વાદ ધરાવતું જાયફળ 'મિરિસ્ટિકા ફ્રેગ્રન્સ' નામના વૃક્ષનું ફળ છે. તેમાં એવા શક્તિશાળી કમ્પાઉન્ડ્સ હોય છે જે ગંભીર બીમારીઓ સામે લડવાની ક્ષમતા ધરાવે છે. મોટાભાગના લોકો તેને માત્ર સ્વાદ માટે વાપરે છે, પરંતુ આયુર્વેદમાં તેને અનેક રોગોની રામબાણ ઈલાજ ગણાવવામાં આવ્યો છે.
 
જાયફળ તમારી ત્વચાનું સ્વાસ્થ્ય સુધારવાથી લઈને મોઢાની દુર્ગંધમાંથી રાહત અપાવવા અને સોજા-દુખાવાને ઘટાડવા સુધી અનેક રીતે ફાયદાકારક છે. જાયફળ તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારી શકે છે. આ સિવાય મૂડ બૂસ્ટ કરવાથી લઈને બ્લડ શુગર કંટ્રોલ કરવા સુધી તે અસરકારક છે, તેથી સંતુલિત માત્રામાં તેને આહારનો હિસ્સો બનાવવો જોઈએ. આ સિવાય તમે તેનો ઉપયોગ ઘરગથ્થુ ઉપચાર તરીકે પણ કરી શકો છો.
 
બાળકો માટે: જો બાળકને કફ કે જકડન હોય, તો જાયફળને પથ્થર પર ઘસીને દૂધમાં ભેળવીને આપવાથી તરત રાહત મળે છે. દિવસમાં એકવાર અડધી ચમચી જેટલું ઘસેલું જાયફળ આપવું પૂરતું છે. તે છાતીમાં જમા થયેલા કફને દૂર કરવામાં મદદ કરે છે.