વિદ્યાર્થીઓ સાથે પીએમ મોદીની સંવાદાત્મક ચર્ચા, ‘પરીક્ષા પે ચર્ચા’ દરમિયાન PM મોદીએ જણાવ્યુ સ્ટાર્ટઅપ કેવી રીતે શરૂ કરવું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ફેબ્રુઆરી, 2026ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા’ના બીજા સત્ર દરમિયાન દેશભરના વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી. આ સત્રમાં તેમણે પરીક્ષાના દબાણ, જીવનના પડકારો, સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિચારધારા અને શિસ્તના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો. વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી પીએમ મોદીએ સરળ અને વ્યવહારુ ઉકેલો પણ સૂચવ્યા.
આ વખતે ચર્ચા રહી ખાસ અને અલગ
પીએમ મોદીએ સંવાદની શરૂઆતમાં કહ્યું કે આ વખતની ‘પરીક્ષા પે ચર્ચા’ અગાઉ કરતા કંઈક અલગ અને ખાસ છે. વિદ્યાર્થીઓના સૂચનોને ધ્યાનમાં રાખીને દેશના વિવિધ ભાગોમાં જઈને પરીક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે તેઓ વર્ષોથી ધોરણ 10 થી 12ના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરે છે અને આ પ્રક્રિયામાં તેઓ પોતે પણ ઘણું શીખે છે.