ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર… હવે મળશે ‘લાઈફટાઈમ પેન્શન’, જાણો ક્યારે અને કેવી રીતે
ખાનગી નોકરી કરનારાઓ માટે મોટી ખુશખબર છે, કારણ કે હવે તેમને આજીવન પેન્શન મળવાની તક મળશે. ઘણા કર્મચારીઓના મનમાં પ્રશ્ન રહે છે કે, પેન્શન ક્યારે મળશે, કેટલી મળશે અને કયા નિયમ હેઠળ મળશે, તેથી આ માહિતી જાણવી ખૂબ જરૂરી છે.
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે EPFOની પેન્શન યોજના એટલે કે EPS અત્યંત મહત્વની છે. નોકરી દરમિયાન દર મહિને PF કપાય છે પરંતુ મોટાભાગના કર્મચારીઓ એ સમજી શકતા નથી કે, પેન્શન ક્યારે મળશે, કેટલું મળશે અને કઈ શરતો પર મળશે?
PF બેલેન્સ જ્યાં પાસબુકમાં દેખાય છે, ત્યાં પેન્શનનું ગણિત નિયમો અને ફોર્મ્યુલા પર ચાલે છે. તાજેતરના વર્ષોમાં EPFOના નિયમો, પગાર મર્યાદા અને કોર્ટના આદેશોને કારણે EPSને સમજવું વધુ મુશ્કેલ બન્યું છે. EPS હેઠળ માસિક પેન્શન મેળવવા માટે બે શરતો સૌથી મહત્વની છે. પહેલી, કર્મચારીની ઓછામાં ઓછી 10 વર્ષની પેન્શન પાત્ર સેવા પૂર્ણ થયેલી હોવી જોઈએ અને બીજી, તેની ઉંમર 58 વર્ષ હોવી જોઈએ.