ભારતના આ 5 સ્ટાર ખેલાડીઓનું સપનું તૂટ્યું! BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં ન મળ્યું સ્થાન
BCCI Central Contract: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 2025-26 સીઝન માટે કુલ 30 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રેડ Bમાં મૂકવામાં આવ્યા છે. ફક્ત શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહ ગ્રેડ Aમાં છે. જો કે, પાંચ કમનસીબ ખેલાડીઓ વિશે જણાવીશું જે લાયક હતા પરંતુ હજુ સુધી તેમને BCCI કોન્ટ્રાક્ટ મળ્યા નથી.
આ 5 ખેલાડીઓ કોન્ટ્રાક્ટ લિસ્ટમાંથી આઉટ
મોહમ્મદ શમી: અનુભવી ઝડપી બોલર મોહમ્મદ શમીને આ વખતે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો નથી. તે છેલ્લે 2025 ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે રમ્યો હતો. ત્યારબાદ શમીને બહાર કરવામાં આવ્યો હતો. જોકે, શમી ઘરેલુ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે.