Loading...

Health Tips: શરીરને ફીટ રાખવા માટે આહારમાં સામેલ કરો આ કઠોળ, હેલ્થ એક્સપર્ટે જણાવ્યું દાળ ખાવાનું મહત્વ

World Pulses Day 2026: જો તમે સ્વાસ્થ્યને હેલ્ધી રાખવા માંગો છો, તો દરરોજ પોતાના ડાયટમાં દાળ સામેલ કરવી જોઈએ. કઠોળનું સેવન કરવું શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે, કારણ કે તેમાં પોષક તત્વોનો મોટો ભંડાર હોય છે.

 

આજે સમગ્ર વિશ્વમાં 'વિશ્વ કઠોળ દિવસ' (World Pulses Day) ઉજવવામાં આવી રહ્યો છે. દર વર્ષે 10 ફેબ્રુઆરીએ ઉજવાતા આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના આહારમાં કઠોળના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. ભારતીય ભોજનમાં દાળ અને કઠોળ હંમેશા મુખ્ય સ્થાને રહ્યા છે, પરંતુ બદલાતી જીવનશૈલીમાં જંક ફૂડના કારણે લોકો તેનાથી દૂર થઈ રહ્યા છે. ન્યુટ્રિશનિસ્ટ્સના મતે, કઠોળ એ માત્ર સસ્તું પ્રોટીન જ નથી, પરંતુ તે અનેક ગંભીર બીમારીઓ સામે રક્ષણ આપતું સુરક્ષા કવચ છે.