ICC T20 WC Breaking News: પાકિસ્તાને મેચ પહેલા વીડિયો વાયરલ કરી રચ્યું ‘ગંદુ કાવતરું’, રાજીવ શુક્લાએ પાકિસ્તાનીઓને પાડી દીધા ‘ઉઘાડા’
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાની ટીમ તેની રમત કરતા મેદાનની બહારની તેની 'નૌટંકી'ને કારણે વધુ ચર્ચામાં છે. જો કે, આ 'નૌટંકી'ની પોલ રાજીવ શુક્લાએ ખોલી દીધી છે.
આઈસીસી ટી20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાની ટીમ તેની રમત કરતા મેદાનની બહારની તેની ‘નૌટંકી’ને કારણે વધુ ચર્ચામાં છે. આઈસીસીએ જ્યારે બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી બહાર કરવાનો નિર્ણય લીધો, ત્યારથી પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ તરફથી નૌટંકી શરૂ થઈ ગઈ હતી, જેમાં તેમણે ભારતીય ટીમ સામે 15 ફેબ્રુઆરીએ યોજાનારા મુકાબલાનો બહિષ્કાર (બાયકોટ) કરવાનો નિર્ણય લીધો હતો, જેની જાહેરાત ખુદ તેમની સરકાર અને વડાપ્રધાન બંને તરફથી કરવામાં આવી હતી.
જૂઠાણાનો સહારો લીધો
પાકિસ્તાન તરફથી જ્યારે આ જાહેરાત કરવામાં આવી, ત્યારે જ સૌ કોઈ જાણતા હતા કે, મેચ નજીક આવતા જ તેઓ આ નિર્ણય પર ‘યુ-ટર્ન’ લેશે અને આવું જ કંઈક જોવા પણ મળ્યું. બીજી તરફ, પાકિસ્તાન પોતાનું મોઢું છુપાવવા માટે જૂઠાણાનો સહારો લઈ રહ્યું છે, જેમાં તેમની મીડિયા તરફથી હવે સતત જૂઠ ફેલાવવામાં આવી રહ્યું છે. આ બાબતે તેમણે બીસીસીઆઈ (BCCI) ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાના એક એવા નિવેદનનો ઉપયોગ કર્યો જેમાં એઆઈ (AI) દ્વારા જૂઠાણાનો સહારો લેવામાં આવ્યો હતો.