Breaking News : ઇન્ટરનેટ વિના AIનો આનંદ માણો, Sarvam Edge ChatGPT અને Geminiને ટક્કર આપશે!
કલ્પના કરો કે તમે કોઈ મહત્વના કામમાં છો અને અચાનક ઇન્ટરનેટ ગાયબ થઈ જાય. ChatGPT કે Gemini જેવા મોટા ગજાના AI ટૂલ્સ તરત જ 'ઓફલાઇન' થઈ જાય છે અને તમારી સામે માત્ર એક લોડિંગ સર્કલ ફરતું રહે છે. સિલિકોન વેલીની આ ટેકનોલોજીને હાઈ-સ્પીડ ફાઈબર કે મોંઘા ડેટા પ્લાનની જરૂર પડે છે, પણ ભારતની વાસ્તવિકતા અલગ છે. અહીં નેટવર્ક ગમે ત્યારે દગો દઈ શકે છે. આ સમસ્યાનો સચોટ "દેશી" ઇલાજ લઈને આવ્યું છે
Sarvam AI એ Sarvam Edge રજૂ કર્યું છે, જે એક સ્વદેશી AI ટૂલ છે જે ChatGPT અને Gemini સાથે ટક્કર આપશે. તેની અનોખી વિશેષતા એ છે કે તે ઇન્ટરનેટ વિના કામ કરે છે અને તમારા ફોન પર તેને એક્સેસ કરી શકાય છે. ચાલો જોઈએ કે આ ટૂલ શું કરી શકે છે.
ChatGPT અને Gemini સાથે સ્પર્ધા કરવા માટે Sarvam AI એ એક સ્વદેશી AI ટૂલ Sarvam Edge રજૂ કર્યું છે. આ AI ટૂલની અનોખી વિશેષતા એ છે કે તેને ઇન્ટરનેટ ઍક્સેસની જરૂર નથી, એટલે કે તમે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ તેને તમારા ફોન પર ઍક્સેસ કરી શકો છો. આ મોડેલ વિશે કંપની કહે છે કે તે ગતિ, ગોપનીયતા અને વિશ્વસનીયતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને મુખ્ય ભારતીય ભાષાઓને પણ સપોર્ટ કરે છે.