Loading...

'લોકતંત્રમાં ભાઈ-ભત્રીજાવાદ ઘોર અપરાધ સમાન...', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

Nepotism in Government Service: સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે લોકતાંત્રિક વ્યવસ્થામાં ભાઈ-ભત્રીજાવાદ અને સ્વાર્થવૃત્તિ એ ઘોર અપરાધ છે, ખાસ કરીને જ્યારે સરકારી સેવા સાથે જોડાયેલા લોકો આવું કૃત્ય કરે. જસ્ટિસ સંજય કુમાર અને કે. વિનોદ ચંદ્રનની બેન્ચે હરિયાણા સરકારની એક હાઉસિંગ સોસાયટીની ગવર્નિંગ બોડી દ્વારા પોતાના જ સભ્યો અને કર્મચારીઓને કરવામાં આવેલી ફ્લેટની ફાળવણી રદ કરતા આ આકરી ટિપ્પણી કરી હતી. 

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના જૂના આદેશને ફગાવ્યો

કોર્ટે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના અગાઉના આદેશને ફગાવી દીધો છે, જેમાં હાઈકોર્ટે ફાળવણી પ્રક્રિયામાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે ગવર્નિંગ બોડીના અધિકારીઓએ પોતાના પદનો દુરુપયોગ કરીને અંગત ફાયદા માટે નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જે લોકશાહી માટે એક અભિશાપ સમાન છે.