Loading...

કેલિફોર્નિયામાં બરફના તોફાન વચ્ચે ભયાનક હિમસ્ખલન, સ્કીઈંગ કરનારા 9માંથી 8ના મોત, 1 હજુ ગુમ

California Avalanche : અમેરિકાના કેલિફોર્નિયામાં બરફીલા તોફાન અને હિમપ્રપાતે (એવલાન્ચ) ભારે તબાહી મચાવી છે. બુધવારે પોલીસ દ્વારા આપવામાં આવેલી સત્તાવાર માહિતી અનુસાર, તાહો વિસ્તારના કેસલ પીક પર આવેલા ભીષણ હિમપ્રપાત બાદ લાપતા થયેલા નવ સ્કીઅર્સમાંથી આઠના મોત થયા છે. બચાવ ટુકડીઓએ તેમના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક વ્યક્તિ હજુ પણ ગુમ હોવાનું જાણવા મળ્યું છે. જેનું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. 

બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ

નેવાડા કાઉન્ટીના શેરિફ શાનન મૂને આ દુર્ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, "બચાવ ટીમો પૂરી મહેનતથી કામ કરી રહી છે, પરંતુ આઠ સભ્યોને ગુમાવવા એ એક મોટી કરૂણાંતિકા છે. અમે હજુ પણ એક લાપતા સભ્યની શોધ કરી રહ્યા છીએ અને તેને શોધવા માટેના તમામ પ્રયાસો ચાલુ છે."