Loading...

Viral Video ઉજ્જૈન: ધોતી-કુરતા અને રુદ્રાક્ષ પહેરી યુવતી સાથે આવેલા ઝફર ખાનને બજરંગ દળના કાર્યકરોએ ચખાડ્યો મેથીપાક

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોહાલીથી એક યુવતી સાથે આવેલા મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવી હિન્દુ પોશાક ધારણ કર્યો હતો. શંકા જતાં બજરંગ દળના કાર્યકરોએ તેની પૂછપરછ કરી પિટાઈ કરી હતી. જોકે, યુવકે પોતાને શિવભક્ત ગણાવ્યો છે.

 

ધાર્મિક નગરી ઉજ્જૈનમાં બજરંગ દળના કાર્યકરોએ ધોતી-કુરતા પહેરેલા એક મુસ્લિમ યુવકને પકડીને તેની પિટાઈ કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ યુવકે પહેલા પોતાનું હિન્દુ નામ જણાવ્યું હતું, પરંતુ બાદમાં કડકાઈથી પૂછપરછ કરતા તેણે પોતાની અસલી ઓળખ ઝફર ખાન તરીકે આપી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

મળતી માહિતી મુજબ, પંજાબના મોહાલીનો રહેવાસી ઝફર ખાન એક યુવતી સાથે ઉજ્જૈન પહોંચ્યો હતો. તેણે ધોતી-કુરતા પહેર્યા હતા, કપાળ પર ત્રિપુંડ લગાવ્યું હતું અને ગળામાં રુદ્રાક્ષ ધારણ કર્યો હતો. તેઓ નાનાખેડા વિસ્તારની એક હોટલમાં રોકાયા હતા. બજરંગ દળના કાર્યકરોને બાતમી મળી હતી કે અલગ-અલગ સમુદાયના યુવક-યુવતી હોટલમાં રોકાયા છે.

 
 

કાર્યકરોએ હોટલની બહાર વોચ ગોઠવી હતી અને જ્યારે ઝફર બહાર નીકળ્યો ત્યારે તેને પકડી લીધો હતો. શરૂઆતમાં તેણે હિન્દુ નામ કહીને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આધાર કાર્ડ અને અન્ય પૂછપરછમાં તેનું નામ ઝફર ખાન હોવાનું બહાર આવ્યું હતું. ઓળખ છતી થતાં જ હાજર કાર્યકરોએ તેની પિટાઈ કરી હતી.