Loading...

વર્લ્ડ નંબર 1 અભિષેક શર્માનો સુપર ફ્લોપ શો, ગત 7 મેચોમાં 5 વખત ઝીરો પર થયો આઉટ

Abhishek Sharma 5 Ducks In 7 Matches Record : ભારતીય ટીમના બેટર અભિષેક શર્માએ નેધરલેન્ડ સામે સારુ પ્રદર્શન રહ્યું ન હતું. T20 ઈન્ટરનેશલનમાં વર્લ્ડ નંબર 1 અભિષેક શર્મા T20 વર્લ્ડ કપમાં અત્યારસુધી ખાતુ ખોલ્યું નથી. અમેરિકા, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે પણ અભિષેક શર્મા સુપર ફ્લોપ શૉ રમીને પેવેલિયન પરત ફર્યો છે. જેમાં છેલ્લી 7 મેચમાં અભિષેક શર્મા 5 વખત ઝીરો પર આઉટ થયો છે. 

વર્લ્ડ નંબર 1 અભિષેક શર્માનો સુપર ફ્લોપ શો

અભિષેકે T20 વર્લ્ડ કપમાં ભારતીય બેટ્સમેન તરીકે આશિષ નેહરાના રેકોર્ડની બરાબરી કરી છે. બંને ખેલાડીઓ ત્રણ-ત્રણ વખત કોઈ રન બનાવ્યા વિના આઉટ થયા છે. આ બે બેટર ઉપરાંત શૂન્યમાં સૌથી વધુ આઉટ થનારા ભારતીય બેટરની યાદીમાં શિવમ દુબે, ગૌતમ ગંભીર, રવિન્દ્ર જાડેજા, વિરાટ કોહલી અને અક્ષર પટેલનો પણ સમાવેશ થાય છે.