Loading...

'ઈતિહાસનો સૌથી મોટો માર્કેટ ક્રેશ આવશે પણ...', રિચ ડેડ પુઅર ડેડના લેખકની વધુ એક ભવિષ્યવાણી

Robert Kiyosaki Crash Warning: 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીએ ફરી એકવાર વિશ્વને ચોંકાવનારી ચેતવણી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે ઇતિહાસનો સૌથી મોટો ક્રેશ ખૂબ જ નજીક છે. જોકે, આ આફતની વચ્ચે તેમણે રોકાણકારો માટે અમીર બનવાની તક પણ જણાવી છે.

 

સૌથી ખરાબ સ્વપ્ન સાબિત થશે આ ક્રેશ

મશહૂર લેખક રોબર્ટ કિયોસાકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક લાંબી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું છે કે, "હું તમને ચેતવણી આપી રહ્યો છું, વર્ષ 2013માં પ્રસિદ્ધ થયેલી મારી પુસ્તક 'રિચ ડેડ્સ પ્રોફેસી'માં મેં ઇતિહાસના સૌથી મોટા સ્ટોક માર્કેટ ક્રેશની ચેતવણી આપી હતી, જે હવે આવવાની તૈયારીમાં જ છે." કિયોસાકીના મતે જે લોકો આ માટે તૈયાર નથી, તેમના માટે આ ક્રેશ એક ડરામણા સ્વપ્ન સમાન હશે.