Loading...

ગેમિંગના રસિયાઓ માટે દુઃખની વાત: Call of Duty: Warzone Mobile બંધ થશે એપ્રિલમાં, જાણો કેમ…

Warzone Mobile Will Shut Down: Activision દ્વારા સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી રહી છે કે Call of Duty: Warzone Mobileને 2026ની 17 એપ્રિલથી બંધ કરવામાં આવી રહી છે. આ ગેમને બે વર્ષના સમયગાળા બાદ બંધ કરવામાં આવી રહી છે. ગેમના ડેવલપર્સ દ્વારા ખૂબ જ મહત્ત્વાકાંક્ષી કોશિશ કરવામાં આવી હતી જેમાં બ્લોકબસ્ટર બેટલ રોયલ ફ્રેન્ચાઇઝને સ્માર્ટફોન પર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એનો અંત આવી રહ્યો છે. ડેવલપર્સ હવે યુઝર્સને Call of Duty: Mobileનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યાં છે. ગેમિંગ કોન્સોલ અને કમ્પ્યુટરના વર્ઝનની Warzone ગેમ પર કોઈ અસર નહીં થાય.

ગેમની ટાઇમલાઇન

• 21 માર્ચ, 2024 – Warzone Mobileને દુનિયાભરમાં લોન્ચ કરવામાં આવી હતી. એમાં Verdansk અને Rebirth Island જેવા ખૂબ જ લોકપ્રિય મેપને મોબાઇલ પ્લેયર્સ માટે પાછા લાવવામાં આવ્યા હતા.