ટ્રમ્પ ધમકીઓ આપતા રહ્યા અને ઈરાનને UNમાં મોટો હોદ્દો મળી ગયો, ઈઝરાયલ પણ અકળાયું
Iran Elected Vice-Chair of UN Special Committee : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય તણાવ અને યુદ્ધની ધમકીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તરે એક ચોંકાવનારો ઘટનાક્રમ સામે આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર(UN)માં ઈરાનને એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને વ્યૂહાત્મક પદ માટે પસંદ કરવામાં આવ્યું છે, જેના કારણે અમેરિકા અને ઈઝરાયેલમાં રોષ જોવા મળી રહ્યો છે.
UNમાં ઈરાનને મળી મોટી જવાબદારી
એક તરફ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને પરમાણુ કાર્યક્રમ મુદ્દે 10 દિવસનું અલ્ટીમેટમ આપી રહ્યા છે, તો બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનને 'યુનાઇટેડ નેશન્સ સ્પેશિયલ કમિટી ઓન ધ ચાર્ટર'ના વાઇસ-ચેર (ઉપાધ્યક્ષ) તરીકે ચૂંટવામાં આવ્યું છે. 18 ફેબ્રુઆરી 2026 ના રોજ ન્યૂયોર્કમાં UN હેડક્વાર્ટર ખાતે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.