ભારતની પહેલી એર ટેક્સી તૈયાર! NVIDIA ની ટેકનોલોજીથી હવે મિનિટોમાં કપાશે કલાકોનું અંતર
ભારતની પહેલી મેડ-ઈન-ઈન્ડિયા એર ટેક્સી તૈયાર થવાના આરે છે, જે ભારતમાં મુસાફરીની રીત સંપૂર્ણપણે બદલી નાખશે. ટૂંકમાં હવે ટ્રાફિકમાં કલાકો સુધી અટવાઇ જવાને બદલે ખૂબ જ ઓછા સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકાશે.
ઇલેક્ટ્રિક વર્ટિકલ ટેક-ઓફ એન્ડ લેન્ડિંગ (eVTOL) વિમાનોની સ્વદેશી ડેવલપર ઈપ્લેન કંપની (ePlane Company) એ ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે ભારતની પ્રથમ ઇલેક્ટ્રિક એર ટેક્સી e200X ના નિર્માણ માટે NVIDIA સાથે સહયોગ (Collaborated) કર્યો છે.
એક ‘ડિજિટલ ટ્વિન’ તૈયાર કરવામાં આવશે
આ સહયોગમાં કોઈ નાણાકીય લેણદેણ જોડાયેલ નથી અને તે સંપૂર્ણપણે જ્ઞાનના આદાન-પ્રદાન (Knowledge Sharing) પર આધારિત છે. આ ભાગીદારી હેઠળ, ઈપ્લેન કંપની NVIDIA ઓમ્નિવર્સ લાઇબ્રેરીનો ઉપયોગ કરીને e200X વિમાનનું એક ‘ડિજિટલ ટ્વિન’ (ડિજિટલ પ્રતિકૃતિ) તૈયાર કરશે.