અમદાવાદ: CAની ઓફિસમાં નોકરી કરતો શખસ સાંજે 'નકલી પોલીસ' બની જતો, બોડકદેવ પોલીસે ઝડપી પાડ્યો
Fake Police In Ahmedabad: અમદાવાદમાં ટ્રાફિક પોલીસનો રોફ જમાવી વાહનચાલકોને અટકાવી દસ્તાવેજોની તપાસ કરતા એક નકલી પોલીસનો પર્દાફાશ થયો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન દ્વારા ભરત સેનવા નામના શખસની ધરપકડ કરવામાં આવી છે, જે પોલીસ અધિકારી હોવાનો ઢોંગ કરી નાગરિકોને પરેશાન કરતો હતો.
કેવી રીતે ફૂટ્યો ભાંડો?
મળતી માહિતી અનુસાર, એન ડિવિઝન ટ્રાફિક પોલીસના કર્મચારીઓ હેબતપુર ચાર રસ્તા નજીક ફરજ પર હતા. આ દરમિયાન ટ્રાફિક ઓછો હોવાથી કોન્સ્ટેબલ અને TRB જવાનો રસ્તાની બાજુમાં ઊભા હતા. ત્યારે તેમની નજર એક શખસ પર પડી જેણે ખાખી પેન્ટ અને પોલીસ જેવા જ બૂટ પહેરેલા હતા.