દિવસે ઈલેક્ટ્રિશિયન અને રાત્રે ક્રિકેટ રમતો... T20 વર્લ્ડ કપમાં છવાયો પાકિસ્તાની મૂળનો ક્રિકેટર
UAE Cricketer Muhammad Jawadullah: ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં સંયુક્ત અરબ અમીરાત(UAE)નું પ્રદર્શન બહુ ખાસ ન રહ્યું. UAEની ચારમાંથી ત્રણ મેચમાં હાર થઈ છે અને તે સુપર-8માં પોતાની જગ્યા બનાવી શકી નથી. જેમાં UAEને એકમાત્ર કેનાડા સામે જીત મળી છે. T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાની મૂળનો UAEનો ફાસ્ટ બોલર મુહમ્મદ જવાદુલ્લાહની કહાણી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે. ડાબા હાથના ફાસ્ટ બોલરે સંઘર્ષ અને મહેનતથી આંતરરાષ્ટ્રીય સ્તર પર પોતાના ઓળખ બનાવી છે.
કેનેડા સામેની મેચમાં UAEએ 5 વિકેટથી જીત મેળવી હતી. જેમાં જવાદુલ્લાહે ચાર ઓવર બોલિંગ કરીને માત્ર 16 રન આપ્યા હતા અને તેણે એક વિકેટ લીધી હતી.