સહારાના રણમાંથી 9.5 કરોડ વર્ષ જૂની ડાયનાસોરની અનોખી પ્રજાતિના અવશેષો મળ્યાં, 40 ફૂટની ઊંચાઈ
95 million years old Dinosaur: ઉત્તર નાઈજરના અગાદેઝ વિસ્તારમાં જીવવૈજ્ઞાનિક પોલ સેરેનોના નેતૃત્વમાં કરવામાં આવેલા ખોદકામ દરમિયાન ડાયનોસોરની એક નવી પ્રજાતિના અવશેષો મળી આવ્યા છે. આ અવશેષો આશરે 9.5 કરોડ વર્ષ જૂના એટલે કે ક્રિટેશિયસ યુગના હોવાનું મનાય છે. વર્ષ 2022માં કરવામાં આવેલા આ ખોદકામમાં વૈજ્ઞાનિકોને ડાયનોસોરની ત્રણ ખોપરીઓ સહિત શરીરના અનેક મહત્ત્વપૂર્ણ હાડકાં મળી આવ્યા હતા.
વિશાળ કદ અને અનોખી શારીરિક રચના
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ ડાયનોસોર આશરે 40 ફૂટ લાંબો હતો અને તેનું વજન 5થી 7 ટન જેટલું હોવાનો અંદાજ છે. તેની શારીરિક વિશેષતાઓ તેને અન્ય થેરાપોડ(Therapod) ડાયનોસોરથી તદ્દન અલગ પાડે છે.
- મગર જેવી ચાંચ: તેની પાસે મગર જેવી લાંબી ચાંચ અને ખાસ માછલી પકડવા માટે રચાયેલા અણીદાર દાંત હતા.