મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત
Ahmedabad Mehsana Accident News : મહેસાણા-ઊંઝા હાઈવે પર આજે વહેલી સવારે કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મોં પર ખુશીઓ સાથે ઘરે પરત ફરી રહેલા અમદાવાદના એક પરિવારને નિયતિએ ઘરના આંગણે પહોંચતા પહેલા જ છીનવી લીધો છે.
અમદાવાદના રામોલ વિસ્તારમાં સન્નાટો
અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતા કુમાવત પરિવાર માટે આજની સવાર ક્યારેય ન ભૂલાય તેવું દુઃખ લઈને આવી છે. મૂળ રાજસ્થાનના પાલીના વતની આ પરિવારના સભ્યો વતનમાં એક લગ્ન પ્રસંગ માણીને નવી આશાઓ અને યાદો સાથે અમદાવાદ પરત ફરી રહ્યા હતા.