Loading...

Ahmedabad Crime: નમાજ શીખવાડવાને બહાને મસ્જિદમાં બાળક પર કુકર્મ; CCTV ના આધારે આરોપી જેલહવાલે

Ahmedabad Crime News: અમદાવાદ (Ahmedabad) ના કોટ વિસ્તારમાં માનવતાને લજવતો અને માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. શહેરના 'ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન' (Gaikwad Haveli Police Station) વિસ્તારમાં એક નરાધમે માસૂમ બાળકને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. નમાજ પઢતા શીખવાડવાની લાલચ આપીને સગીરને મસ્જિદની અગાશી પર લઈ જઈ તેની સાથે બળજબરીથી 'સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય' (Unnatural Sex) આચરવામાં આવ્યું હતું. આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.

પોલીસ ફરિયાદ મુજબ, આરોપીનું નામ નોમાન શબ્બીર શેખ (Noman Shabbir Sheikh) છે. તેણે એક સગીર બાળકને ફોસલાવીને મસ્જિદમાં લઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. તેણે બાળકને કહ્યું હતું કે તે તેને નમાજ પઢતા શીખવાડશે. બાળકની માસૂમિયતનો લાભ ઉઠાવીને વિશ્વાસમાં લીધો અને ત્યારબાદ તેને મસ્જિદની 'અગાશી' (Terrace) પર લઈ ગયો હતો, જ્યાં તેણે આ જઘન્ય કૃત્ય આચર્યું હતું.