Loading...

T20 વર્લ્ડ કપમાં ભારતનો બહિષ્કાર ભારે પડ્યો! બાંગ્લાદેશને હવે પસ્તાવો થયો, કોચનું દર્દ છલકાયું

Bangladesh Coach Salahuddin Slams Government Over India Match Cancellation : બાંગ્લાદેશ ક્રિકેટમાં અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. આગામી બાંગ્લાદેશ ક્રિકેટ લીગ પહેલા મીડિયા સાથેની વાતચીતમાં કોચ મોહમ્મદ સલાહુદ્દીને સરકાર અને બોર્ડ સામે પોતાનો ઉગ્ર રોષ ઠાલવ્યો છે. ભારત સાથે રમવાનો ઈનકાર કરવાના નિર્ણયને તેમણે ખેલાડીઓના સપનાની હત્યા સમાન ગણાવ્યો છે.

ખેલાડીઓ માનસિક રીતે ભાંગી પડ્યા

મોહમ્મદ સલાહુદ્દીને અત્યંત ભાવુક થઈને જણાવ્યું કે, જ્યારે કોઈ ખેલાડી વર્લ્ડ કપ રમવા જાય છે, ત્યારે તે પોતાની સાથે 27 વર્ષ જૂનું સપનું લઈને જતો હોય છે. પરંતુ રાજકીય કારણોસર ભારત સામે ન રમવાનો નિર્ણય લેવાતા ખેલાડીઓ પર તેની ખૂબ જ ખરાબ અસર પડી છે.