Loading...

AI થકી ભારત, ચીન રોકાણની તકો પૂરી પાડશે

ભારત જે ૨૦૨૫માં ઊંચા મૂલ્યાંકન અને ચક્રીય મંદીને કારણે અન્ય ઉભરતા બજારો કરતાં પાછળ રહ્યું હતું તે હવે રિકવરી માટે તૈયાર

 

અમદાવાદ : આર્ટિફીશયલ ઈન્ટેલીજન્સ, માળખાકીય રીતે વિકાસશીલ ચીન અને ભારતમાં ચક્રીય રિકવરી દ્વારા સંચાલિત નવીનતાઓ ૨૦૨૬માં ઉભરતા બજારો (EMs)માં શ્રેષ્ઠ રોકાણ તકો પૂરી પાડી શકે છે તેમ ગોલ્ડમેન સાક્સ એસેટ મેનેજમેન્ટના અહેવાલમાં જણાવાયું છે. અનુકૂળ નાણાકીય પરિસ્થિતિઓ અને આર્થિક રિકવરી આગામી ક્વાર્ટરમાં ઉભરતા બજાર અર્થતંત્રોને મજબૂત બનાવી શકે છે.

અહેવાલમાં જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો થવાને કારણે ઉભરતા બજારોમાં ફુગાવાના દરમાં નરમાઈથી ક્રૂડ આયાતકારોને ફાયદો થશે.