દુનિયાના નંબર 1 નેતા બન્યા PM મોદી!:ઇન્સ્ટાગ્રામ પર ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ, વિશ્વના 5 મોટા નેતાઓના કુલ ફોલોઅર્સ તેમનાથી ઓછા
PM નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, એટલે કે 10 કરોડ ફોલોઅર્સ થઈ ગયા છે. આ પ્લેટફોર્મ પર આ સિદ્ધિ હાંસલ કરનાર તેઓ વિશ્વના પ્રથમ નેતા અને રાજકારણી બન્યા છે. PM મોદી 2014માં ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયા હતા.
ઇન્સ્ટાગ્રામ પર તેમના અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં બમણાથી પણ વધુ ફોલોઅર્સ છે. વિશ્વના આગામી પાંચ મોટા નેતાઓના કુલ ફોલોઅર્સની સંખ્યા મોદીના એકલા ફોલોઅર્સની સંખ્યા કરતાં ઓછી છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર છે. તેમના પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો 15 મિલિયન ફોલોઅર્સનો નંબર આવે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનના 11.6 મિલિયન ફોલોઅર્સ છે.
PM મોદીનો ઇન્સ્ટાગ્રામ જોઈન કરવાથી લઈને 100 મિલિયન સુધીની સફર
12 નવેમ્બર 2014: ઇન્સ્ટાગ્રામ જોઈન કર્યું, થોડા જ કલાકોમાં 50 હજાર ફોલોઅર્સ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 નવેમ્બર 2014ના રોજ ઇન્સ્ટાગ્રામ જોઈન કર્યું. તેમણે પોતાનો પહેલો ફોટો મ્યાનમારના નય પાય તાવમાં આયોજિત આસિયાન સમિટમાંથી પોસ્ટ કર્યો હતો. ઇન્સ્ટા જોઈન કર્યાના થોડા જ કલાકોમાં તેમના એકાઉન્ટ પર 50 હજારથી વધુ ફોલોઅર્સ થઈ ગયા હતા.
2017-2018: 1 કરોડ ફોલોઅર્સ પાર
2017-2018 દરમિયાન નરેન્દ્ર મોદીએ 1 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો. આ સિદ્ધિ હાંસલ કરનારા તેઓ વિશ્વના સૌથી લોકપ્રિય રાજકીય નેતાઓમાં સામેલ થયા.
2019- 2020: 4 કરોડનો આંકડો સ્પર્શ્યો
2019માં બીજી વાર વડાપ્રધાન બન્યા પછી તેમના ફોલોઅર્સ ઝડપથી વધ્યા. 2020 સુધીમાં તેમનું એકાઉન્ટ લગભગ 40 મિલિયન એટલે કે 4 કરોડ ફોલોઅર્સ સુધી પહોંચ્યું. કોવિડ-19 દરમિયાન તેમના સંદેશાઓ અને અભિયાનોએ ફોલોઅર્સ ઝડપથી વધાર્યા.
2021-2022: 7 કરોડ ફોલોઅર્સ
આ સમયગાળા દરમિયાન પીએમ મોદીએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોની તસવીરો શેર કરી. ઇન્સ્ટા પર તેમની લોકપ્રિયતા ઝડપથી વધતી રહી, 2022 સુધીમાં તેમના ફોલોઅર્સ 70 મિલિયન પહોંચ્યા. તેઓ વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાં ટોચ પર આવ્યા.
2023: 80 મિલિયન ફોલોઅર્સ
2023માં નરેન્દ્ર મોદીએ 8 કરોડ ફોલોઅર્સનો આંકડો પાર કર્યો. આ સમયગાળા દરમિયાન G20, વિદેશ યાત્રાઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંબંધિત પોસ્ટ્સ ઘણી લોકપ્રિય રહી. તેમના એકાઉન્ટની વૈશ્વિક પહોંચ સતત વધતી રહી.
જુલાઈ 2024: 90 મિલિયન ફોલોઅર્સ પર પહોંચ્યા
જુલાઈ 2024માં પીએમ મોદીએ 90 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કર્યો. આ માઇલસ્ટોન સાથે તેઓ ઇન્સ્ટા પર વિશ્વના સૌથી વધુ ફોલો કરવામાં આવતા રાજકીય નેતા બન્યા.
પીએમનું એકાઉન્ટ ગ્લોબલ ઇન્ફ્લુએન્સર્સ એકાઉન્ટ્સમાં જોડાયું
2025માં પીએમ મોદીના ફોલોઅર્સ 95 મિલિયન થયા. આ સાથે તેમનું એકાઉન્ટ ગ્લોબલ ઇન્ફ્લુએન્સર્સ એકાઉન્ટ્સની યાદીમાં ઉમેરવામાં આવ્યું. તેમની પોસ્ટને લાખો-કરોડો લાઇક્સ મળવી સામાન્ય વાત બની.
X પર 2 વર્ષ પહેલા 100 મિલિયન, હવે 106.5
સોશિયલ મીડિયા X પર પીએમ મોદીએ 2024માં જ 100 મિલિયન ફોલોઅર્સનો આંકડો પાર કરી લીધો હતો. આ સમયે તેમના X પર 106.2 મિલિયન ફોલોઅર્સ છે. આ વડાપ્રધાનના કોઈપણ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફોલોઅર્સની સૌથી વધુ સંખ્યા છે. આ પછી ઇન્સ્ટાગ્રામ પર 100 મિલિયન, ફેસબુક પર 54 મિલિયન અને વોટ્સએપ પર 11.7 મિલિયન ફોલોઅર્સ છે.
દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલા 'ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026'ના ચોથા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AIના સુરક્ષિત ઉપયોગ માટે નવું ફોર્મ્યુલા આપ્યું. પીએમએ કહ્યું કે જેમ ખાવાના પેકેટ પર 'ન્યુટ્રિશન લેબલ' હોય છે, તેમ જ ડિજિટલ કન્ટેન્ટ પર પણ 'ઓથેન્ટિસિટી લેબલ' હોવું જોઈએ જેથી તફાવત જાણી શકાય.