અજમેરમાં મોદીએ કહ્યું-કોંગ્રેસના દુષ્કૃત્યોને દેશ માફ નહીં કરે:તેઓ હવે MMC છે- મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ; દીકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા HPV વેક્સિનેશન અભિયાન શરૂ કર્યુ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અજમેરની મુલાકાતે છે. અજમેરમાં PMએ છોકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. મોદીએ અહીં ₹16,600 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યુ. આ સાથે 21,800 યુવાનોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. બાદમાં PM મોદી સભામાં સંબોધન કર્યુ હતું.
મોદીએ કહ્યું- દેશને બદનામ કરવો એ કોંગ્રેસની જુની આદત
PM મોદીએ શનિવારે અજમેરમાં કહ્યું, “કોંગ્રેસ ઘાત લગાવીને દેશને બદનામ કરવા માટે ગમે ત્યાં ઘૂસી જાય છે. કોંગ્રેસના આવા દુષ્કૃત્યોને દેશ ક્યારેય માફ કરશે નહીં.” દેશ અને સેનાને બદનામ કરવી, આ કોંગ્રેસ પાર્ટીની જુની આદત છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે સૈનિકોને શસ્ત્રો અને વર્દીથી તરસાવી રાખ્યા હતા અને તેમને વન રેન્ક, વન પેન્શનથી વંચિત રાખ્યા હતા.
વિદેશી મહેમાનોની સામે દેશને બદનામ કરવાના કોંગ્રેસના પ્રયાસ
કોંગ્રેસ દેશભરમાં સતત હારી રહી છે, અને ગુસ્સામાં તે ભારતને બદનામ કરીને બદલો લઈ રહી છે. કોંગ્રેસ એક સમયે INC, અથવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતી. હવે, તે INC નથી. હવે તે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ નથી. આજે, INCને બદલે તે MMC બની ગઈ છે, એટલે મુસ્લિમ લીગ-માઓવાદી કોંગ્રેસ.
PM નરેન્દ્ર મોદીએ કહ્યું, "મિત્રો, હાલમાં દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી AI સમિટ યોજાઈ હતી. જેમાં ઘણા દેશોના વડાપ્રધાનો, રાષ્ટ્રાધ્યક્ષ અને મંત્રીઓએ હાજરી આપી હતી. વિશ્વની સૌથી મોટી કંપનીઓના નેતાઓ એક છત નીચે ભેગા થયા હતા."
ભારતની પ્રશંસા ખુલા દિલથી કરી. હવે, જ્યારે દુનિયાભરમાં આટલા બધા લોકો ભારતની પ્રશંસા કરે છે, ત્યારે તમને ગર્વ થાય છે કે નહીં? તમારી છાતી ગર્વથી ફૂલી જાય છે કે નહીં?
મિત્રો, તમને ગર્વ થયો, પણ વારંવારની હારથી કંટાળી ગયેલી અને હતાશા અને નિરાશાથી ભરેલી કોંગ્રેસ પાર્ટીએ શું કર્યું? તેમણે વિશ્વભરના મહેમાનોની સામે દેશને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. તેમણે વિદેશી મહેમાનોની સામે દેશને બદનામ કરવાનો પ્રયાસ કર્યો.
PM નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું, "હું ગઈકાલે જ ઇઝરાયલની મુલાકાતેથી પાછો ફર્યો છું. ઇઝરાયલના લોકો હજુ પણ રાજસ્થાનના પુત્ર મેજર દલપત સિંહની બહાદુરીને ગર્વથી યાદ કરે છે. મને ઇઝરાયલી સંસદમાં મેજર દલપત સિંહની બહાદુરીને શ્રદ્ધાંજલિ આપવાનું પણ સૌભાગ્ય મળ્યું." ઇઝરાયલના હાઇફા શહેરને આઝાદ કરાવવામાં રાજસ્થાનના બહાદુર યોદ્ધાઓએ ભજવેલી ભૂમિકાના ગુણગાન ગાવાની તક મળી. કોંગ્રેસ પર નિશાન સાધતા મોદીએ કહ્યું કે દિલ્હીમાં AI સમિટમાં કોંગ્રેસે ડ્રામા કર્યો.
સાધુ-સંતો માટે એક અલગ મંચ બનાવાયું છે.
વડાપ્રધાનની સભામાં સાધુ-સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. સ્થળની બાજુમાં તેમના માટે એક નાનું મંચ બનાવવામાં આવ્યું છે.
મોદી સવારે લગભગ 11 વાગ્યે અજમેર પહોંચ્યા. કાયડ વિશ્રામસ્થળી પાસે બનેલા હેલિપેડ પર ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યુ. ત્યારબાદ વડાપ્રધાને 9 થી 14 વર્ષની છોકરીઓમાં સર્વાઇકલ કેન્સરને અટકાવવા માટે હ્યુમન પેપિલોમા વાયરસ (HPV) વેક્સિનેશન અભિયાનની શરૂઆત કરાવી હતી.
મોદીએ અહીં 16600 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો. 21 હજાર 800 યુવાનોને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. ત્યારબાદ વડાપ્રધાન સભાને સંબોધિત કરશે. કાર્યક્રમમાં રાજ્યપાલ હરિભાઉ બાગડે, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, સ્પીકર વાસુદેવ દેવનાની સહિત અનેક મંત્રીઓ અને નેતાઓ હાજર છે.