હિન્દુ છોકરી-મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો:યુવક-યુવતીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી લઈ જવાયા, VHP-બજરંગદળના કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી
અમદાવાદના મેટ્રો કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલા જિલ્લા રજીસ્ટ્રાર અને ખાસ લગ્ન નોંધણી કચેરી ખાતે હિન્દુ છોકરી અને મુસ્લિમ છોકરાના લગ્નને લઈને હોબાળો મચ્યો છે. ગાંધીનગરના કારોલીની યુવતી અને કઠવાડાનો 27 વર્ષીય યુવક લગ્ન માટે કોર્ટમાં પહોંચ્યા છે. સંભવિત વિરોધને જોતા યુવતીને વકીલના કપડાં પહેરાઈને કોર્ટમાં લવાઈ હતી. હાલ તો બંને યુવક-યુવતી કચેરીમાં છે અને બહાર હિન્દુ સંસ્થાઓ વિરોધ કરી રહી છે.
બનાવની જાણ થતાં પોલીસ કમ્પાઉન્ડમાં ગોઠવાઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાંચ પણ કોર્ટમાં પહોંચી છે. સાથે જ ધારાસભ્ય કૌશિક જૈન પણ કોર્ટ સંકુલમાં પહોંચ્યા છે. હાલમાં લાઠી અને હથિયારધારી પોલીસ કોર્ટ સંકુલમાં ગોઠવાઈ ગઈ છે.
યુવક-યુવતીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાંથી લઈ જવાયા છે. આ દરમિયાન VHP અને બજરંગદળના કાર્યકરોની પોલીસ સાથે ઝપાઝપી થઈ હતી.