ગુજરાત હાઈકોર્ટ સહિત અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગુજરાત હાઈકોર્ટને ફરી બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી ઈ મેઈલ મારફતે મળી હતી.હાઇકોર્ટ પરિસરમાં ,BDDS ટીમ SOG ક્રાઇમ અને સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે.નવરંગપુરા વિસ્તારમાં આવેલ ગ્રામ્ય કોર્ટ ને ફરી બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળી હતી.ઈ મેઈલ મારફતે બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસે ,BDDS અને ડોગ સ્કોર્ડ ટીમે તપાસ શરૂ કરી હતી,ધમકી ઈ મેઈલ આવતા જ કોર્ટ ખાલી કરવામાં આવી છે.પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
બૉમ્બ સ્કોડ ડોગ સ્કોડ ની ટીમો ઘટના સ્થળે
ગુજરાતમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકીએ છેલ્લા કેટલાક સમયથી મળતી રહે છે ત્યારે આજે અમરેલી કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તમને જણાવી દઈએ કે થોડા સમયે પહેલા 5 માર્ચના રોજ વડોદરા જિલ્લા અને કચ્છ ભૂજની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી મળતા સમગ્ર જીલ્લામાં અરાજકતા ફેલાઈ છે.