Vastu Remedies: દરિદ્રતા દૂર કરવા માટે આ પ્રાણીઓ છે અકસીર ઈલાજ ! જાણો કયા જીવને પાળવાથી લક્ષ્મીજી સામે ચાલીને આવશે ઘરે
ઘરમાં પાલતુ પ્રાણી રાખવાનો શોખ ઘણા લોકોને હોય છે. આ માસૂમ જીવો ન માત્ર ઘરની રોનક વધારે છે, પરંતુ તે ઘરના સભ્યો સાથે અતૂટ પ્રેમ અને વફાદારીથી પણ જોડાયેલા હોય છે. વાસ્તુશાસ્ત્રમાં પ્રાણીઓ અને પ્રકૃતિ સાથેના મનુષ્યના સંબંધોને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ મુજબ, અમુક પ્રાણીઓને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે. જાણો કયા છે એ ભાગ્યશાળી પ્રાણી:
કુતરો (Dog): કાલભૈરવના સેવક અને લક્ષ્મીનું આગમન કૂતરો એ સૌથી વફાદાર પ્રાણી ગણાય છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કુતરાને ભગવાન કાલભૈરવનો સેવક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ઘરમાં કુતરાની સેવા થાય છે, ત્યાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. તે ઘરની આર્થિક સ્થિતિ સુધારવામાં અને દુષ્ટ શક્તિઓથી ઘરનું રક્ષણ કરવામાં મદદરૂપ બને છે.
માછલી (Fish): સુખ-સમૃદ્ધિનું પ્રતીક વાસ્તુશાસ્ત્ર મુજબ માછલીઓને ઘરમાં રાખવી ખૂબ જ મંગળકારી માનવામાં આવે છે. ખાસ કરીને 'ગોલ્ડન ફિશ' રાખવાથી ઘરમાં ખુશહાલી આવે છે. યોગ્ય દિશા: ફિશ ટેન્ક અથવા એક્વેરિયમને ઘરની ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આનાથી ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઉન્નતિના માર્ગ ખુલે છે.
સસલું (Rabbit): સસલું જોવામાં જેટલું સુંદર છે, તેના ફાયદા પણ એટલા જ છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સસલું પાળવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા ખતમ થાય છે અને સકારાત્મકતા વધે છે. ઘરની સુખ-શાંતિ જાળવી રાખવા માટે અને પરિવારના સભ્યોમાં પ્રેમ વધારવા માટે સસલું પાળવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે.કાચબો (Turtles) શાસ્ત્રોમાં કાચબાને ધન અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો તમને તમારા ઘરમાં કાચબો દેખાય છે, તો તે ભગવાન વિષ્ણુ અને સંપત્તિના આગમનનો સંકેત માનવામાં આવે છે, જે ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે. તમે જોયું હશે કે કેટલાક લોકો પૈસાનો પ્રવાહ વધારવા માટે તેમના ઘરની ઉત્તર દિશામાં ધાતુ અથવા સ્ફટિકનો કાચબો રાખે છે.