અમદાવાદના એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીનો હળવો અંદાજ કેમેરામાં કેદ થયો
CM અને DyCMનો અનોખો અંદાજ
તમને જણાવી દઈએ કે,દિલ્હી ખાતે ગુજરાત ને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. નવી સરકાર ના ગઠન બાદ પહેલી વાર સીએમ, DyCM કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા પીએમની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાંથી પરત ફરતી વખતે CM અને DyCMનો અનોખો અંદાજ સામે આવ્યો હતો.
પ્રોટોકોલ વગર સ્થાનિક સાથે મુલાકાત કરી
આ પહેલા પણ જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જાન્યુઆરી મહિનામાં સાસણ ગીરની મુલાકાતે ગયા હતા. ત્યાં પણ તેઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. આ દરમિયાનમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો પોસ્ટ કર્યા હતા.તેમણે કોઈ પણ પ્રોટોકોલ વગર સ્થાનિક લોકોની સાથે બેસીને ચા ની ચૂસકી પણ લીધી હતી અને વાતચીત કરી હતી. સમય કાઢીને સિંહસદનની બહાર બજારમાં સ્થાનિક વેપારીઓ અને પ્રવાસીઓની સાથે મુલાકાત કરી હતી.